• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2014માં રાહુલ ગાંધી બન્યા 'પપ્પૂ', આમના થયા ડાંડિયા ડૂલ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: વર્ષ 2014 પુરૂ થવા જઇ રહ્યું છે. થોડા દિવસો બાદ જ નવા વર્ષની શરૂઆત થઇ જશે. આ વર્ષે જ્યાં રાજકારણમાં ઉથલપાથલની સ્થિતિ બની રહી છે તો બીજી તરફ ઘણા નેતાઓની આવડત પર પ્રશ્નો ઉદભવવા લાગ્યા છે. વર્ષ 2014 જ્યાં ભાજપ માટે શાનદાર સાબિત થયું તો બીજી તરફ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે આ વર્ષ ખુબ જ ખરાબ રહ્યું. કોંગ્રેસના હાથમાંથી સત્તા જતી રહી. તેમના ઘણા ધુરંધર ભોંયભેગા થઇ ગયા. તમને તસવીરોના માધ્યમથી બતાવીએ કે વર્ષ 2014માં રાજકારણમાં કયા કયા ચહેરા ફ્લૉપ રહ્યાં, કયા ચહેરાને જનતાએ નકારી દિધા.

હારથી પરેશાન ગાંધી

હારથી પરેશાન ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નેહરૂ-ગાંધી પરિવારમાંથી આવે છે. 2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ચહેરા હતા, પરંતુ પાર્ટીને ચૂંટણીમાં હાર જ મળી. રાહુલ ગાંધી માટે તેમના દસ વર્ષના રાજકીય કેરિયરમાં સૌથી મુશ્કેલીભર્યા સમયગાળામાંથી પસાર થઇ રહ્યાં છે.

પૂર્વ વડાપ્રધાન

પૂર્વ વડાપ્રધાન

જવાહર લાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધી બાદ વધુ સમય સુધી વડાપ્રધાન રહેનાર મનમોહન સિંહ 2014માં લોકસભાની ચૂંટણી બાદ પબ્લિક લાઇફથી દૂર જઇ શકે છે. વર્ષ 2014 તેમના માટે ખરાબ રહ્યું.

ખોટા નિર્ણયના લીધે થતી રહી ટીકા

ખોટા નિર્ણયના લીધે થતી રહી ટીકા

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આઇઆઇટી ખડગપુરથી એંજિનિયરિંગનો અભ્યાસ કર્યો, પરંતુ તેમની આ એંજિનિયરિંગ લોકસભા ચૂંટણીમાં ચાલી શકી નહી. રાષ્ટ્રીય રાજકારણનો ભાગ બનવાના પ્રયત્નમાં અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીની સાખ ઘટાડી દિધી. દિલ્હીમાં 49 દિવસોની સત્તા છોડતાં તેમની ખૂબ ટીકા થઇ.

મોદી લહેરમાં ડૂબી ગઇ નૈયા

મોદી લહેરમાં ડૂબી ગઇ નૈયા

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ પોતાની રસપ્રદ શૈલી માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે, પરંતુ વર્ષ 2014 તેમના માટે સારું રહ્યું નહી. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને આકરી હાર મળી. મોદી લહેરને રોકવા માટે તેમણે જેડીયૂ સાથે હાથ મિલાવી લીધો.

સજા બાદ હાર

સજા બાદ હાર

ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલ ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોડા માટે આ વર્ષ ખૂબ કષ્ટકારી સાબિત થયું. તે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયા. તે આ ચૂંટણીમાં જીત નોંધાવી રાજકારણમાં પુર્નગમનની આશા ધરાવતા હતા. તેમણે પોતાના કેમ્પેનમાં પાણીની માફક પૈસા વહાવ્યા છે. પરંતુ, અફસોસ આ થઇ ન શક્યું. મધુ કોડા પર લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપોને તેમના રાજકીય જીવન પર વિરામ લગાવી દિધો.

પ્રેમ પ્રસંગમાં ફસાયેલા રહ્યાં દિગ્ગી રાજા

પ્રેમ પ્રસંગમાં ફસાયેલા રહ્યાં દિગ્ગી રાજા

આ વર્ષે દિગ્વિજય સિંહ રાજકારણથી વધુ પ્રેમ પ્રસંગોમાં ફસાયેલા રહ્યાં. મહિલા પત્રકાર સાથે તેમનો સંબંધ સામાન્ય થતાં તેમની મુશ્કેલીઓ વધતી ગઇ.

પાર્ટીનો રહ્યો નહી વિશ્વાસ

પાર્ટીનો રહ્યો નહી વિશ્વાસ

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ જ્યારથી અમેઠીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ લોકસભાની ચૂંટણી હારી ગયા તે પાર્ટીથી અલગ-થલગ જ જોવા મળી રહ્યાં છે. પાર્ટી પણ તેમને કંઇ ભાવ આપી રહી નથી.

હારની સાથે ખતમ થયું વર્ષ

હારની સાથે ખતમ થયું વર્ષ

નેશનલ કોંન્ફ્રેસના નેતા અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યંત્રી ઉમર અબ્દુલા માટે વર્ષ જતાં-જતાં દુખદ સમાચાર આપતું ગયું. વિધાનસભા ચૂંટણીમાં આકરી હારે તેમના માટે આ વર્ષને અસફળ બનાવી દિધું.

મનસેના સૂપડા સાફ

મનસેના સૂપડા સાફ

મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાનો દબદબો દેખાડનાર રાજ ઠાકરે આ વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કંઇ ખાસ કમાલ કરી શક્યા નહી. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ચૂંટણીમાં આકરી હાર મળી.

English summary
year is the 2014 is the year of political changes. In the year Congress Lost their position where as BJP came into Power. Here is the list of Flop Leader in year 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more