For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના 5 મંત્રી જે છે બેસ્ટ, જાણો કેવી રીતે બન્યા બેસ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સો દિવસ પુરા થઇ ગયા છે. જ્યાં સુધી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના કામકાજની તપાસની વાત કરીએ તો બધા કેબિનેટ મંત્રીઓના કામકાજની સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વતંત્ર હવાલાવાળા ચાર રાજ્ય કક્ષાના મંત્રીઓના કામને પણ તપાસમાં આવ્યું. તમને જણાવીશું મોદી મંત્રીમંડળના ટોપ ફાઇવ મંત્રી વિશે.

100 દિવસના કામના આધારે મોદી મંત્રીમંડળના ટોપ ફાઇવ મંત્રીઓ

અરૂણ જેટલી

અરૂણ જેટલી

અરૂણ જેટલીને તેમના બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત અને રક્ષા ક્ષેત્રમાં એફડીઆઇના લીધે અરૂણ જેટલીને લગભગ 70 ટકા નંબર આપવામાં આવ્યા છે. અરૂણ જેટલીને દસમાં 6.9 નંબર આપવામાં આવ્યા છે. એબીપી ન્યૂઝના કંચન ગુપ્તાએ તેમને સૌથી વધુ 8.5 નંબર આપ્યા છે. અભય દૂબેએ સૌથી ઓછા 5 નંબર આપ્યા છે.

 નિર્મલા સીતારામન

નિર્મલા સીતારામન

એબીપી ન્યૂઝની પેનલનું માનવું છે કે WTOમાં નિર્મલા સીતારામને ભારતીય ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખતા વેપાર સુગમતા કરાર પર હસ્તાક્ષર કરવાની મનાઇ કરી મજબૂતીનો પરિચય આપ્યો છે. અરૂણ જેટલી સાથે નાણા મંત્રાલય સંભાળનાર નિર્મલા સીતારામનને 10માંથી 6.2 નંબર આપ્યા છે. નિર્મલા સીતારામનને જયંત ઘોષાણે સૌથી વધુ સાત નંબર આપ્યા છે અને અભય દૂબેએ સૌથી ઓછા પાંચ નંબર આપ્યા છે.

નિતિન ગડકરી

નિતિન ગડકરી

નિતિન ગડકરી જે મોદી કેબિનેટમાં પરિવહન જહાજરાણી ગ્રામીણ વિકાસ પંચાયતી રાજ અને પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યાં છે. નિતિન ગડકરી દરરોજ ત્રણ સો કિલોમીટરનો હાઇવે બનાવવા માંગે છે. ગંગામાં જહાજ દોડવવામાં માંગે છે. આરટીઓ ખતમ કરવાની જાહેરાત કરી ચૂક્યાં છે. આ પ્રકારના નિર્ણયોથી એબીપીને પ્રભાવિત કરવામાં નિતિન ગડકરી સફળ રહ્યાં છે. તેમણે સૌથી વધુ સાડા સાત નંબર જયંત ધોષાલે આપ્યા છે. જ્યારે અભય કુમાર દૂબેએ નિતિન ગડકરીને ચાર નંબર આપ્યા છે.

 રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ જે કાનૂન મંત્રાલયની સાથે દૂરસંચાર અને સૂચના ટેક્નોલોજી મંત્રાલય પણ સંભાળી રહ્યાં છે. જ્યાં સુધી રવિશંકરનો સવાલ છે તો જજની પસંદગી માટે કોલેજિયમના બદલે કમીશનની રચના તેમના પક્ષમાં ગઇ છે. એબીપી ન્યૂઝની પેનલે રવિશંકર પ્રસાદને 10 માંથી 6.1 નંબર આપ્યા છે. જયંત ઘોષાલે સૌથી વધુ નંબર સાડા સાત અને અભય કુમાર દુબેએ ચાર નંબર આપ્યા છે.

 પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર

પર્યાવરણ મંત્રાલયમાં અટકાયેલા અરબો રૂપિયાની ચાલીસથી વધુ યોજનાઓને પ્રકાશ જાવડેકરે લીલી ઝંડી આપી છે. તે પ્રસાર ભારતીને કસવાનું વિચારી રહ્યાં છે. આનાથી પ્રભાવિત થઇને કંચન ગુપ્તાએ સૌથી વધુ 7.5 નંબર આપ્યા છે જ્યારે અભય દૂબેએ સાડા ચાર નંબર આપ્યા છે.

English summary
Top 5 Best Minister in Modi Goverment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X