દેશમાં વિસ્ફોટના કાવતરાની વચ્ચે લશ્કરના આતંકવાદીની ધરપકડ
નવી દિલ્હી, 29 જુલાઇ: દિલ્હી પોલીસે સરાય કાલે ખાન બસ સ્ટેંડથી લશ્કરના એક કથિત આતંકવાદીની ધરપકડ કરી છે. આરોપ છે કે દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા. પૂછપરછમાં સ્પેશિયલ સેલને જણાવ્યું કે તેને રાજસ્થઆન, હરિયાણા અને બિહારના યંગ યુવકોની ભરતી કરવાની જવાબદારી સોંપી હતી. સાથે જ તેને બ્રેનવોશિંગની જવાબદારી પણ સોંપાઇ હતી.
એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે પકડવામાં આવેલ આતંકવાદી મેવાત, હરિયાણાના ગુમટ બિહારી ગામનો છે. તેનું નામ અબ્દુલ સુભાન કુરૈશી છે. આ પહેલા મેવાતથી મોહમ્મદ શાહિદ અને કારી રશીન નામના બે શખ્સ પકડાઇ ચૂક્યા છે. તેમણે જ પૂછપરછમાં અબ્દુલ સુભાનના નામથી ખુલાશો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એ જ બે શખ્સોએ જણાવ્યું કે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબામાં ભર્તી માટે સુભાન યુવકોને તૈયાર કરતો હતો. ત્યારથી સુભાન દિલ્હી પોલીસના રડાર પર હતો અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

શોધખોળમાં લાગેલી દિલ્હી પોલીસના હાથે આખરે સુભાન (42) લાગી ગયો. પૂછપરછમાં દિલ્હી પોલીસ અને સેંટ્ર્લ સિક્યોરિટી એજન્સીને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને માલૂમ પડ્યુ છે કે લશ્કર દિલ્હી અને દેશના ઘણા ભાગોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે સુભાન પાકિસ્તાની આતંકી જાવેદ બલૂચીના સંપર્કમાં પણ હતો અને તે મુઝફ્ફરનગર રમખાણો બાદ યુવકોનું બ્રેનવોશિંગ કરવામાં સામેલ રહ્યો છે.












Click it and Unblock the Notifications
