For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીથી નારાજ છે ભાજપના વરિષ્ઠ નેતાઓ: રામ જેઠમલાની

|
Google Oneindia Gujarati News

nitin-gadkari-ram-jethmalani
નવીદિલ્હી, 6 નવેમ્બરઃ પોતાના પક્ષના જ લોકો તરફથી વધી રહેલા વિરોધના કારણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરી પર હાલ પોતાનું પદ છોડવાનું દબાણ વધી રહ્યું છે. ભાજપી નેતા અને વકીલ રામ જેઠમલાની ભાજપના પહેલાં વ્યક્તિ હતા કે જેમણે નિતિન ગડકરી પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ તેમના રાજીનામાની માંગ કરી હતી.

જેઠમલાનીએ મંગળવારે કહ્યું કે ભાજપના ઘણા ટોચના નેતા ગડકરીને પુનઃ અધ્યક્ષ પદે રાખવામાં આવતા ખુશ થયા નથી. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓ જેમ કે જસવંત સિંહ, યશવંત સિન્હા અને શત્રુગ્ન સિન્હા પણ ગડકરીનો વિરોધ કરી રહ્યાં છે.

ગડકરીએ સ્વામી વિવેકાનંદની સરખામણી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે કર્યા બાદ સોમવારે મહેશ જેઠમલાનીએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ભાજપના અધ્યક્ષ ગડકરી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યાં છે, પાર્ટીના ઘણા સભ્યો એ વાતને લઇને ખુશ નથી કે તેઓ હજુ સુધી પોતાના પદ પર યથાવત છે. જેઠમલાનીએ કહ્યું હતું કે ગડકરી વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેના કારણે ભાજપનું ભ્રષ્ટાચાર સામેનું અભિયાન મુશ્કેલીમાં મુકાયું છે. ગડકરીને અધ્યક્ષ તરીકેની બીજી ટર્મ આપવી જોઇએ નહીં. નોંઘનીય છે કે ભાજપમાં જે રીતે તેમનો વિરોધ થઇ રહ્યો છે તેનાથી બની શકે કે ગડકરી પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.

English summary
Bharatiya Janata Party (BJP) President Nitin Gadkatri is under pressure to quit from his party post, as opposition within his party is becoming stronger day by day. Senior BJP leader and advocate Ram Jethmalani was the first person within BJP who demanded Gadkari's resignation after allegations of corruption surfaced against BJP President.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X