For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં ન પહોંચ્યા આ દિગ્ગજ નેતા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીની તાજ હોટલમાં ઈફ્તાર પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થયા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીની તાજ હોટલમાં ઈફ્તાર પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થયા. આ ઈફ્તાર પાર્ટી માટે કોંગ્રેસે 18 રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યુ હતુ. આમાં ઘણા હાજર રહ્યા તો ઘણા નેતાઓ આનાથી દૂર રહ્યા. જેના કારણે રાજકીય ગલીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ ઈફ્તાર પાર્ટીમાં શામેલ નહિ થનારા નેતાઓ અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ત્રીજા મોરચાની કવાયતમાં જોડાયેલ નેતાઓ ઈફ્તાર પાર્ટીમાં ગેરહાજર

ત્રીજા મોરચાની કવાયતમાં જોડાયેલ નેતાઓ ઈફ્તાર પાર્ટીમાં ગેરહાજર

રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, રાજદ નેતા તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બસપા સુપ્રિમો માયાવતી અને આરએલડીના અજીત સિંહ પણ શામેલ ન થયા. બસપા તરફથી માયાવતીએ રાજ્યસભા સાંસદ સતીષ મિશ્રાને મોકલ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવે પટનામાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ એટલા માટે તે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં શામેલ થયા નહિ.

મમતા-અખિલેશ-માયાવતીએ જાળવ્યુ અંતર

મમતા-અખિલેશ-માયાવતીએ જાળવ્યુ અંતર

સોનિયા ગાંધી પોતે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં શામેલ ન થયા. સમાચારો અનુસાર વિદેશમાં હોવાના કારણે તે ઈફ્તાર પાર્ટીમાં ભાગ ન લઈ શક્યા. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના નેતા જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ઈફ્તાર પાર્ટીમાં શામેલ ન થઈ શક્યા. કોંગ્રેસ અધ્યક્ષ રહેવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015 માં ઈફ્તારનુ આયોજન કર્યુ હતુ.

અપેક્ષા મુજબ બધા વિપક્ષના નેતા ન પહોંચ્યા

અપેક્ષા મુજબ બધા વિપક્ષના નેતા ન પહોંચ્યા

ઈફ્તાર પાર્ટીથી પહેલા વિવિધ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે આનાથી વિપક્ષી એકતા મજબૂત થશે. પરંતુ, અપેક્ષા મુજબ બધા વિપક્ષના નેતા ન પહોંચ્યા. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ પદ પર હોવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015 માં ઈફ્તાર પાર્ટી આપી હતી. ત્રીજા મોરચાની કવાયતમાં જોતરાયેલા નેતાઓનું પાર્ટીમાં ગેરહાજર રહેવુ રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

English summary
top opposition leaders skip rahul gandhi iftar party held in hotel taj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X