For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ કરી સરપંચો સાથે વાત, જાણો મહત્વની વાતો

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયત પ્રતિનિધિઓ સાથ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયત પ્રતિનિધિઓ સાથ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ સ્વામિત્વ નામની યોજનાનો શુભારંભ કર્યો. વળી, પંચાયત પ્રતિનિધિઓએ કોરોના સામે લડવા માટે પીએમ મોદીને સૂચનો આપ્યા. પીએમ મોદીએ કોરોના સામેની આ લડાઈમાં પંચાયતોની મહત્વની ભૂમિકા જણાવી. પીએમ મોદીના જણાવ્યા મુજબ સરકાર સતત પંચાયતોને હાઈટેક કરવાનુ કામ કરી રહી છે. જેના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. આવો જાણીએ પીએમ મોદીના સંબોધનની મોટી વાતો -

pm modi
  • પંચાયતી રાજ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીએ નવા ઈ-ગ્રામ સ્વરાજ પૉર્ટલ અને એપની શરૂઆત કરી. આમાં પંચાયતોના લેખા-જોખા રાખવામાં આવશે.
  • દેશના બધા ગામોમાં ડ્રોનના માધ્યમથી ગામની દરેક સંપત્તિની મેપિંગ કરવામાં આવશે. ત્યારબાદ લોકોને એ સંપત્તિનુ માલિકી પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • જમીનની માલિકી હશે તો એ સંપત્તિના આધારે તમે બેંકમાંથી લોન લઈ શકો છો.
  • ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ યોજનાને પ્રારંભિક રીતે શરૂ કરી રહ્યા છે.
  • ભારતનો નાગરિક, સીમિત સંશાધનો વચ્ચે, અનેક મુશ્કેલીઓ સામે ઝૂકવાના બદલે તેમની સામે ટકરાઈ રહ્યો છે, ટક્કર આપી રહ્યો છે.
  • કોરોના સંકટે પોતાનો સૌથી મોટો સંદેશ, પોતાનો સૌથી મોટો સબક આપણને આપ્યો છે કે આપણે આત્મનિર્ભર બનવુ પડશે. ગામ પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને,જિલ્લા પોતાના સ્તરે રાજ્ય પોતાના સ્તરે અને આ રીતે આખો દેશ આત્મનિર્ભર બને, હવે આ બહુ જરૂરી બની ગયુ છે.
  • ગામના લોકો બહુ ભણેલા નથી હોતા, મોટી મોટી યુનિવર્સિટીઓમાં નથી ભણતા તેમ છતાં કોરોના સંકટ દરમિયાન સારુ પરિણામ આપી રહ્યા છે. જે બધા માટે પ્રેરણાદાયક છે.
  • ગામના લોકો સોશિયલ ડિસ્ટિંસીંગ, લૉકડાઉન જેવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ન કરીને બે ગજનુ અંતરનો સંદેશ આપ્યો. જે કોરોના સામેની લડાઈમાં મદદગાર છે.
  • એક એ સમય પણ હતો જ્યારે દેશની સોથી પણ ઓછી પંચાયતો બ્રૉડબેન્ડ સાથે જોડાયેલી હતી. હવે સવા લાખથી વધુ પંચાયતો સુધી બ્રૉડબેન્ડ પહોંચી ચૂક્યુ છે. એટલુ જ નહિ, ગામોમાં કૉમન સર્વિસ સેન્ટરોની સંખ્યા પણ 3 લાખને પાર કરી ગઈ છે.
  • ભારતના ગામ પણ આધુનિકતા તરફ આવી રહ્યા છે. આનુ પરિણામ છે કે આજે ઓછી કિંમતના મોબાઈલ ફોન ગામ સુધી પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1684 નવા કેસ, કુલ સંખ્યા 23 હજારને પારઆ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1684 નવા કેસ, કુલ સંખ્યા 23 હજારને પાર

English summary
top points of pm modi gram-panchayat address during corona out break
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X