દેશમાં 24 કલાકમાં 3320 નવા કેસ અને 95 મોત, કુલ સંક્રમિત 60 હજારની નજીક
દેશમાં તમામ કોશિશો છતાં પણ કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ ઝડપથી વધી રહ્યુ છે.
દેશમાં તમામ કોશિશો છતાં પણ કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ ઝડપથી વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે સવારે જણાવ્યુ કે હવે ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 59,662 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3320 નવા કેસ સામે આવ્યા છે અને 95 મોત થયા છે. કુલ પૉઝિટીવ કેસોમાં 39,834 સક્રિય કેસ, 17847 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 1981 મોત શામેલ છે.

મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 731 થઈ
રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 152 કેસ(10 ચિત્તોડગઢ,34 જયપુર, 59 ઉદયપુર) નોંધાયા બાદ કુલ સંખ્યા 3579 થઈ ગઈ છે. રાજ્યમાં 4 મોત બાદ મૃતકોનો આંકડો વધીને 103 થઈ ગયો છે. કોરોનાના સર્વાધિક 1145 કેસ જયપુર, 851 જોધપુર, 232 કોટ, 196 અજમેરથી નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના 1089 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસ વધીને 19,063 થઈ ગયા છે. વળી, શુક્રવારે આ સંક્રમણથી 37 મોત બાદ રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા વધીને 731 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કુલ 3470 દર્દી રિકવર/ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. મુંબઈમાં 748 નવા કેસ નોંધવામાં આવ્યા છે જેનાથી શહેરમાં કુલ કેસોની સંખ્યા 11967 થઈ ગઈ છે.

દિલ્લીમાં 4230 સક્રિય કેસ અને 68ના મોત
આ ઉપરાંત ઝારખંડમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 132 થઈ ગઈ છે. મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં કોવિડ-19ના 90 નવા કેસ સામે આવ્યા છે જેનાથી કુલ કેસોની સખ્યા 3341 થઈ ગઈ છે આમાં 1349 રીકવર/રજા અને 200 મોત શામેલ છે. આ સાથે જ બિહારમાં શુક્રવારે કોરોના વાયરસના 29 નવા દર્દી મળ્યા બાદ સંક્રમણના કેસ વધીને 579 થઈ ગયા છે. નવા કેસોમાંથી બેગુસરાય, બાંકા, ભાગલપુર, પૂર્વી ચંપારણ, સુપૌલ અને કટિહારમાં 1-1 જ્યારે સમસ્તીપરુરમાં 6, પટનામાં 5, ખગડિયા, દરભંગામાં 4-4 અને નાલંદા તેમજ સહરસામાં 2-2 કેસ સામે આવ્યા. રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 11 દિવસમાં બમણી થઈને 6318 થઈ ગઈ છે. અહીં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 338 નવા કેસ સામે આવ્યા. દિલ્લીમાં અત્યાર સુધી વાયરસથી 2020 લોકો રિકવર થયા છે અને 68 લોકોના મોત થયા છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા 4230 છે.

જમ્મુ કાશ્મીરની સ્થિતિ
જમ્મુ કાશ્મીરમાં 30 નવા કેસ(કાશ્મીર ડિવિઝનમાં) નોંધવામાં આવ્યા, કુલ કેસોની સંખ્યા વધીને 823 થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં કોવિડ-19ના 155 નવા કેસ સામે આવ્યા છે જેનાથી કુલ કેસોની સંખ્યા 3214 થઈ ગઈ છે. જેમાં 1387 ડિસ્ચાર્જ અને 66 મોત શામેલ છે. અહીં સક્રિય કેસોની સંખ્યા 1761 છે. હિમાચલ પ્રદેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 10 થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
