For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1429 કેસ, કુલ સંખ્યા 24 હજારને પાર

શનિવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1429 નવા કેસ સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1429 નવા કેસ સામે આવ્યા છે અને 57 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 24,506 થઈ ગઈ છે. આમાં 18,668 સક્રિય કેસ છે, 5063 લોકો રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત છે અને કુલ 775 મોત થયા છે.

સૌથી વધુ કેસ આ રાજ્યોમાં

સૌથી વધુ કેસ આ રાજ્યોમાં

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત અને મધ્ય પ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 6817 છે. આમાં ડિસ્ચાર્જ થઈ ચૂકેલા 840 કેસ શામેલ છે. વળી, કુલ 301 લોકોના મોત થયા છે. એકલા મુંબઈમાં જ 357 નવા કેસ સામે આવ્યા છે અને 11 મોત થયા છે જેમાં કુલ કેસોની સખ્યા 4589 અને મોતની સંખ્યા 179 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા 3815 થઈ છે. અહીં ધારાવીમાં 6 નવા કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે જેનાથી ધારાવીમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 220 થઈ ગઈ છે જેમાં 14 મોત શામેલ છે.

દિલ્લીમાં સ્થિતિ આ છે સ્થિતિ

દિલ્લીમાં સ્થિતિ આ છે સ્થિતિ

વળી, રાજધાની દિલ્લીમાં કોવિડ-19ના 138 નવા કેસ સામે આવ્યા અને 3 મોત થયા છે જેનાથી કુલ કેસોની સંખ્યા 2514 અને મરનારની સંખ્યા 53 થઈ ગઈ છે. કુલ પૉઝિટીવ કેસોમાંથી 1604 સક્રિય છે. અત્યાર સુધી 857 દર્દીઓને રજા આપી દેવામાં આી છે. ગુજરાતમાં 191 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે અને 15 મોત થયા છે. રાજ્યમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2815 અને મોતોની કુલ સંખ્યા 127 થઈ ગઈ છે. કુલ કેસોમાંથી 29 દર્દી વેન્ટીલેટર પર છે, 2394 સ્થિર છે, 265 રિકવર થઈ ચૂક્યા છે.

દેશભરમાં કેસોની સંખ્યામાં વધારો

દેશભરમાં કેસોની સંખ્યામાં વધારો

આ ઉપરાત મધ્ય પ્રદેશમાં કોવિડ-19ના 1852 કેસ સામે આવ્યા છે જેમાથી 92 લોકોના જીવ ગયા છે અને 210 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. ઈન્દોરમાં 1029 કેસ નોંધવામાં આવ્યા છે અને 55 મોત થયા છે. ભોપાલમાં 360 કેસ નોંધવામાં આવ્યા છે અને 9 મોત થયા છે. રાજસ્થાનમાં 70 નવા કેસ સામે આવ્યા છે. અહીં પૉઝિટીવ કેસોની સંખ્યા 2034 થઈ ગઈ છે. બિહારમાં વધુ 17 લોકો પૉઝિટીવ મળી આવ્યા છે જેનાથી કુલ સંખ્યા 223 થઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરમાં 27 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ પૉઝિટીવ કેસ 454 થઈ ગયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ 1612 દર્દી અને કર્ણાટકમાં 474 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 27 લોકો વિશે માલુમ પડ્યુ છે જ્યારે 20 કેસોની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. જ્યારે અસમમાં 36 કેસોની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચોઃ જાણો આજથી કઈ દુકાનો ખુલશે અને કઈ હજુ પણ બંધ રહેશેઆ પણ વાંચોઃ જાણો આજથી કઈ દુકાનો ખુલશે અને કઈ હજુ પણ બંધ રહેશે

English summary
total number of coronavirus cases in india rises to 24,506 says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X