બિહારમાં ટ્રેન સાથે અથડાઈ એન્જીનીયરીંગ કોલેજની બસ, 7ના મોત

આ ઘટનામાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ક્રોસિંગ દરમિયાન ફાટક ખૂલ્લો રહેવાથી આ ઘટના ઘટી હતી.
ટીવી અહેવાલ અનુસાર એક ખાનગી એન્જીનીયરીંગ કોલેજની બસ વિદ્યાર્થિઓને લઇને જઇ રહી હતી. દરમિયાન આ બસ એક્સપ્રેસની ઝપેટમાં આવી ગઇ હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ લોકો એન્જિનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા.
ઘટના બાદ ટોળાએ એન્જીનને આગ ચાંપી દીધી હતી. રેલવે વિભાગે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા વળતળ ચૂકવવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે.












Click it and Unblock the Notifications
