જમ્મુ કાશ્મીર: પુલવામાંના ત્રાલમાં બે આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલ દક્ષિણ કાશ્મીરના પુલવામાંમાં આવે છે.

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલ દક્ષિણ કાશ્મીરના પુલવામાંમાં આવે છે. આ એન્કાઉન્ટરમાં અત્યારસુધીમાં બે આતંકીઓ માર્યા ગયાની ખબર આવી રહી છે. આ એન્કાઉન્ટર સોમવાર મોડી રાત્રથી ચાલી રહ્યું છે. આતંકીઓ એક ઘરમાં સંતાયા હતા જણાવવામાં આવી રહ્યું છે કે હજુ સુધી એક આતંકી ઘરની અંદર છે. એન્કાઉન્ટર ત્યારે શરુ થયું જયારે ત્રાલના મીર મોહલ્લામાં સેનાને એક ઘરમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી.

Jammu and Kashmir

આતંકીઓનો સફાયો કરવાના ઉદેશ સાથે સેના અને સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો. ત્યારપછી આતંકીઓ તરફથી સુરક્ષાબળો પર ફાયરિંગ કરવામાં આવી અને એન્કાઉન્ટર શરુ થઇ ગયું. આ એન્કાઉન્ટર પહેલા કુપવાડામાં ત્રણ દિવસો સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ એન્કાઉન્ટરમાં પાંચ જવાનો શહીદ થયા હતા, જેમાંથી ત્રણ સીઆરપીએફ અને બે જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો હતા. એન્કાઉન્ટરમાં બે આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા. સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલીયા ઘ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે એન્કાઉન્ટર પૂરું થયા પછી પણ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.

આ પણ વાંચો: ભારતીય સીમમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને વાયુસેનાએ તોડી પાડ્યું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X