ભારતીય સીમમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને વાયુસેનાએ તોડી પાડ્યું

ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના બિકાનેરમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમમાં ઘુસી આવ્યું હતું જેને સુખોઇ 30MKI ઘ્વારા તોડી પાડવામાં આવ્યું.

ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના બિકાનેરમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમમાં ઘુસી આવ્યું હતું જેને સુખોઇ 30MKI ઘ્વારા તોડી પાડવામાં આવ્યું. બિકાનેરના નાલ સેક્ટરમાં સોમવારે સવારે સાઢા અગ્યાર વાગ્યે આ ડ્રોનને શૂટ કરવામાં આવ્યું, જે પાકિસ્તાનના પંજાબમાં જઈને પડ્યું.

આ પણ વાંચો: બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણે એર સટ્રાઈકની પુષ્ટિ, રડાર પર તસવીર કેદ

રડારની નજરમાં આવ્યું પાકિસ્તાની ડ્રોન

રડારની નજરમાં આવ્યું પાકિસ્તાની ડ્રોન

બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાનનું આ ડ્રોન ભારતીય સીમમાં આવ્યું તો ભારતીય એરફોર્સ રડાર ઘ્વારા તેને પકડી લેવામાં આવ્યું. તેને સુખોઇ 30MKI ઘ્વારા નિશાને લેવામાં આવ્યું. સુખોઇએ નાલ સેક્ટરમાં ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી. આ ડ્રોન દક્ષિણી પંજાબ (પાકિસ્તાન) ના ફોર્ટ અબ્બાસ વિસ્તારમાં પડ્યું.

ગુજરાતમાં પણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું

ગુજરાતમાં પણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું

અગાઉ 26 મી ફેબ્રુઆરીના રોજ, ગુજરાતના કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર હવાઇ દળ દ્વારા પાકિસ્તાનની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. કચ્છના અબ્દાસા તાલુકાના નંગોતાદ ગામ નજીક ડ્રોનનો કચરો મળી આવ્યો હતો. સૈનિકોએ શિબિર નજીક એક ડ્રોન જોયો, જવાનોએ સમય ગુમાવ્યા વિના મિસાઈલ ઘ્વારા હુમલો કર્યો. ડ્રોન જોરદાર ધમાકા સાથે નીચે પડ્યો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 ઘ્વારા આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને બરબાદ કરી દીધું. જયારે પાકિસ્તાની વિમાનો પણ ભારતીય સીમમાં ઘુસી આવ્યા. ત્યારપછી સતત બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. બોર્ડર વિસ્તાર પર સતત ગોળીબારી કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X