For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાસીન મલિક અને મસરત આલમની થઇ ધરપકડ

|
Google Oneindia Gujarati News

એક મોટી ખબર જમ્મુ કાશ્મીરથી આવી રહી છે. જે મુજબ જેકેએલએફના નેતા યાસીન મલિક અને અલગાવવાદી નેતા મસરત આલમની થોડીક વાર પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. ખબર મુજબ પોલિસે આ બન્ને લોકોની તેમના ઘરેથી ધરપકડ કરી છે. કાશ્મીરના ખરાબ હાલતને જોતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

yasin malik and masrat alam

સોમવારે તરાલના કમાલા વિસ્તારમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં એક સ્થાનિક નાગરિકની મોત થઇ જતા સ્થિતિ ખૂબ જ તનાવપૂર્ણ થઇ ગઇ હતી. અને લોકો દ્વારા પથરાવ પણ કરવામાં આવી રહ્યો હતો. વધુમાં મલિક અને આલમ તરાલ જવાની યોજના બનાવી રહ્યા હતા. જેના પગલે જેકે પોલિસે તેમની ધરપકડ કરી છે.

પોલિસને શંકા છે કે આ બન્ને લોકો તરાલ જઇને ત્યાંથી પરિસ્થિતીને વધુ વિકટ કરી દેશે. આથી તેમના જવાની પહેલા જ આ બન્ને લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલિસના કહેવા મુજબ આ અથડામણમાં માર્યો ગયેલ વ્યક્તિ આતંકી હતો. જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે તે એક સામાન્ય નાગરિક હતો.

English summary
Separatist leader Yasin MalikSeparatist leader Yasin Malik Separatist leaders Yasin Malik and Masarat Alam were detained by police while they were on their way to Tral on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X