For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

23 દેશોમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ સંક્રમણની પુષ્ટિ થઈ : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એ. ગેબ્રેયેસસે બુધવારે જણાવ્યું હતું કે 23 દેશોમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે અને તેની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જીનીવા, ડિસેમ્બર 01 : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એ. ગેબ્રેયેસસે બુધવારે જણાવ્યું હતું કે 23 દેશોમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે અને તેની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. ટેડ્રોસે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના ઉદભવે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકાના સંશોધનમાં ઓમિક્રોન વિશે ચેતવણી આપી હતી.

Tedros Adhanom Ghebreyesus

ટેડ્રોસ એ. ગેબ્રેયેસસે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, WHOના છમાંથી પાંચ પ્રદેશોમાં ઓછામાં ઓછા 23 દેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેસની પુષ્ટિ થઈ છે અને અમને આ સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. WHO આ ડેવલપમેન્ટને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, WHO આ ડેવલપમેન્ટ ખૂબ જ ગંભીરતાથી લે છે અને દરેક દેશે પણ તેને ગંભીરતાથી લેવું જોઈએ. જો કે, આપણે આશ્ચર્ય પામવું જોઈએ નહીં.

ટેડ્રોસે કહ્યું કે, WHO સતત કોરોના વાયરસના નવા વેરિઅન્ટ વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ વાયરસના સંક્રમણ પર તેની અસર, રોગની ગંભીરતા અને ટ્રાયલ, ઉપચાર અને રસીની અસરકારકતાની જાણકારી હજુ આવવાની બાકી છે. કેટલાક WHO સલાહકાર જૂથો છેલ્લા કેટલાક દિવસોમાં ઉભરતા પુરાવાઓનું મૂલ્યાંકન કરવા અને આ પ્રશ્નોના જવાબો આપવા માટે જરૂરી અભ્યાસોને પ્રાથમિકતા આપવા માટે મળ્યા છે.

મંગળવારે ઓમિક્રોન વેરિઅન્ટ પર WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ એડનોમ ગ્રેબ્રેયેસસે બૉત્સ્વાના અને દક્ષિણ આફ્રિકાના આ વેરિએન્ટને ઝડપથી શોધવા અને જાણ કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે અન્ય દેશોને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોને ધ્યાનમાં રાખીને જોખમ ઘટાડાના પગલાં શોધવા વિનંતી કરી હતી. ડઝનબંધ દેશો પહેલાથી જ નિયંત્રણો લાદી ચૂક્યા છે. જો કે WHO દ્વારા ઓમિક્રોનને વેરિઅન્ટ ઓફ કન્સર્ન તરીકે ઓળખવામાં આવ્યું છે, WHO એ મંગળવારે કહ્યું કે મુસાફરી પ્રતિબંધ ફક્ત જીવન અને આજીવિકા પર બોજ નાખશે.

રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટની જાણ ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકા દ્વારા WHOને કરવામાં આવી હતી. અત્યાર સુધી ઘણા દેશોના રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની પુષ્ટિ થઈ છે. ડઝનબંધ દેશોએ મુસાફરી પર પહેલાથી જ કડક વલણ અપનાવ્યું છે, જ્યારે કેટલાક દેશોએ ફ્લાઇટ્સ સ્થગિત પણ કરી દીધી છે.

English summary
Transmission of coronal omicron variant confirmed in 23 countries: WHO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X