દિલ્હી-એનસીઆરમાં આજે મોટર-વ્હીકલ એક્ટના વિરોધમાં કૉમર્શિયલ વાહનોની હડતાળ
સંશોધિત મોટર વ્હીકલ એક્ટની વિવિધ જોગવાઈઓના વિરોધમાં ગુરુવારે યુનાઈટેડ ફ્રંટ ઑફ ટ્રાન્સપોર્ટ એસોસિએશને એક દિવસની હડતાળનું આહ્વવાન કર્યુ છે.
સંશોધિત મોટર વ્હીકલ એક્ટની વિવિધ જોગવાઈઓના વિરોધમાં ગુરુવારે યુનાઈટેડ ફ્રંટ ઑફ ટ્રાન્સપોર્ટ એસોસિએશને એક દિવસની હડતાળનું આહ્વવાન કર્યુ છે. આ હડતાળના કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દિલ્લી-એનસીઆરમાં ભણતા બાળકો અને ઓફિસ જતા લોકોને આની સૌથી વધુ અસર પડી શકે છે. જો કે હડતાળની સ્થિતિમાં દિલ્લી-એનસીઆરના લોકો મેટ્રોની સવારી કરી શકે છે.

આ હડતાળમાં સાર્વજનિક વાહનો સાથે સાથે સ્કૂલ બસ અને કેબ પણ શામેલ છે. સંશોધિત મોટર વ્હીકલ એક્ટમાં અનેક ગણો વધેલો દંડ, વીમાની રકમ અને આરએફઆઈડી ટેગની અનિવાર્યતા સહિત અન્ય મુદ્દા માટે ટ્રક, ટેમ્પો, બસ, ઑટો, ટેક્સી અને કેબ સર્વિસે હડતાળનુ એલાન કર્યુ છે. હડતાળની ઘોષણા બાદ દિલ્લી-એનસીઆરની ઘણી સ્કૂલોએ રજાની ઘોષણા કરી દીધી હતી. દિલ્લી ઉપરાંત એનસીઆરમાં આવતા ગાઝિયાબાદ, ગુરુગ્રામ(ગુડગાંવ) અને નોઈડાની સ્કૂલોએ પણ રજાની ઘોષણા કરી દીધી છે. પ્રશાસન કે સરકારે આ વિશે કોઈ એડવાઈઝરી કે આદેશ જારી નથી કરી. યુનાઈટેડ ફ્રંટ ઑફ ટ્રાન્સપોર્ટ એસોસિએશને ગુરુવારે આ હડતાળ બોલાવી છે. સવારે 6 વાગ્યાથી પ્રાઈવેટ કેબ, ઑટો, બસ (સ્કૂલ બસ સહિત), પર્યટક બસો અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે.
વાસ્તવમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા નિયમ બાદ દેશમાં ઘણા એવા મામલા સામે આવ્યા છે જ્યાં પરિવહનના નિયમ તોડવા પર લાખો રૂપિયાનો દંડ આપવો પડ્યો છે. પહેલાની સરખામણીએ દંડની રકમ 10 ગણી વધારી દેવામાં આવી છે જે માટે નારાજગી દેખાઈ રહી છે. ઓડિશામાં એક ટ્રક માલિકનું ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરતા જોવા મળવા પર 6.53 લાખનો ભારે-ભરખમ ચાલાન કાપવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
