For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50થી વધુ યુવતીઓને ફસાવી, સાયકો કિલરે ગર્લફ્રેન્ડ્સને આપ્યું દર્દનાક મોત

રાજસ્થાન પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે, જેણે 50થી વધુ છોકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. રાજધાની જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ બે મહિના પહેલા આરોપીએ તેની પ્રેમિકાની હત્યા કરી નાખી હતી.

|
Google Oneindia Gujarati News

જયપુર : રાજસ્થાન પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે, જેણે 50થી વધુ છોકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. રાજધાની જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ બે મહિના પહેલા આરોપીએ તેની પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી, પોલીસની આ શોધ આરોપીની ધરપકડ સાથે પૂરી થઈ ગઈ છે.

પૂછપરછમાં અનેક થયો ખુલાસા

પૂછપરછમાં અનેક થયો ખુલાસા

DCP પશ્ચિમ રિચા તોમરના નેતૃત્વમાં કાર્યવાહી કરીને પોલીસે મિન્ટુ ઉર્ફે વિક્રમની ભીવાડીમાંથી ધરપકડ કરી હતી. મિન્ટુએ 23 ફેબ્રુઆરીએ તેની ગર્લફ્રેન્ડનું ગળુંદબાવીને હત્યા કરી હતી.

આરોપીએ પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસનું કહેવું છે કે, મિન્ટુ એક સેક્સ એડિક્ટ છે, જેણે અત્યાર સુધી ઘણીછોકરીઓ સાથે સંબંધ બાંધ્યા છે.

ઓળખ અને ઠેકાણું બદતા રહેતા હતા આરોપીઓ

ઓળખ અને ઠેકાણું બદતા રહેતા હતા આરોપીઓ

આરોપી પોતાની ઓળખ બદલી નાખતો હતો અને ઘટના બાદ તેનું ઠેકાણું પણ બદલી નાખતો હતો. ક્યારેક તે આર્મી ઓફિસર બનીને છોકરીઓને પોતાની જાળમાંફસાવતો તો ક્યારેક પોતાને ઈન્કમ ટેક્સ ઓફિસર ગણાવતો હતો. મિન્ટુએ અનેક યુવતીઓ સાથે શારીરિક સંબંધો હોવાની પણ કબૂલાત કરી છે.

આરોપી છેલ્લા કેટલાકસમયથી ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ રહે છે. ત્યાં તેણે ઈન્કમટેક્સ ઓફિસર હોવાનો ઢોંગ કરીને અનેક યુવતીઓના જીવ સાથે રમત રમી હતી. તેની સામેઅલવરમાં સામૂહિક બળાત્કારનો કેસ પણ નોંધાયેલો છે, જેમાં તે વોન્ટેડ છે.

આ કારણે ગર્લફ્રેન્ડ પર હતો ગુસ્સે

આ કારણે ગર્લફ્રેન્ડ પર હતો ગુસ્સે

પોલીસે જણાવ્યું કે, આરોપી મિન્ટુ તેની ગર્લફ્રેન્ડ રોશની સાથે લિવ ઈન રિલેશનશિપમાં હતો. બંને એક હોટલમાં મળ્યા હતા, ત્યારથી બંને સાથે રહેતા હતા.

રોશની સ્પાસેન્ટરમાં કામ કરતી અને હોટલોમાં પણ જતી, જે મિન્ટુને ગમતી ન હતી. તેણે રોશનીને કામ છોડી દેવા માટે પણ કહ્યું હતું, પરંતુ જ્યારે તે રાજી ન થઈ ત્યારેઆરોપીઓએ તેની હત્યા કરી નાખી.

ગ્વાલિયરમાં પણ કરી હતી હત્યા

ગ્વાલિયરમાં પણ કરી હતી હત્યા

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, રોશનીના પિતાને જામીન અપાવવાના નામે પણ લાખો રૂપિયા પડાવી લીધા હતા. મૃતકના પિતા હત્યાના કેસમાં સજા કાપી રહ્યાછે.

આ સાથે આરોપીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક યુવતીની હત્યા કરીને લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે. જે યુવતીની હત્યાકરવામાં આવી છે, તેનું નામ પૂજા શર્મા જણાવવામાં આવી રહ્યું છે. આરોપીએ એપ્રીલ 2021 માં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

English summary
Trapped more than 50 young women, Psycho Killer gave painful death to girlfriends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X