Trending news : મનમાની દુલ્હન ન મળતા યુવક રોષે ભરાયો, શિવલિંગની કરી આવી હાલત

Trending news : પોતાની ઇચ્છિત પત્ની ન મળવા પર યુવક એટલો વ્યથિત થઇ ગયો હતો કે, તેના માટે ભગવાન શિવને જવાબદાર ગણાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવક ભગવાન ભોળાનાથની ઘણી સેવા કરતા હતો. તેણે માનતા રાખી હતી કે, ઇચ્છિત પત્ની મળે, પણ તેને પરિણામ ન મળતા તેણે મંદિરનું શિવલિંગ ગાયબ કરી દીધું હતું.

આ ઘટના ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં બની હતી. એક યુવક દરરોજ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરતો હતો, પરંતુ લગ્ન થતાં જ તેણે મંદિરમાંથી શિવલિંગ ગાયબ કરી દીધું હતું. જ્યારે મંદિરના સંચાલકને આ વાતની જાણ થઈ તો તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે, ભગવાનથી નિરાશ યુવકે તેને મંદિરથી ગાયબ કર્યું હતું.

Trending

ઉલ્લેખનીય છે કે, મામલો કૌશામ્બીના ચિત્રકૂટ રોડ પર આવેલા કુમિયાંવા નગરનો છે. શહેરમાં ખૂબ જ જૂનું ભૈરવ બાબાનું મંદિર છે. આ મંદિરમાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્થાપિત છે. તેની દેખરેખ વિજય બહાદુર યાદવ અને તેની પત્ની કિરણ દેવી કરે છે, જે ગામના રહેવાસી છે. જેવી જ કિરણ દેવી પૂજા માટે મંદિરમાં પહોંચી તો તેણે જોયું કે, ગર્ભગૃહમાંથી શિવલિંગ ગાયબ હતું. તેણે તેના પતિને આ વિશે જણાવ્યું હતું.

વિજય બહાદુરમાં ગુમ થયેલા શિવલિંગ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પૂછપરછ બાદ પોલીસને ગામના જ છોટુ નામના યુવક પર શંકા ગઈ હતી. જે બાદ પોલીસે છોટુની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસને ખબર પડી કે, છોટુએ પોતે જ શિવલિંગ ગાયબ કરી દીધું હતું અને તેને નજીકના વાંસની ઝૂંપડીમાં છુપાવી દીધું હતું. આ દરમિયાન ગામલોકોએ જણાવ્યું કે, તેને તેની પસંદની પત્ની ન મળતા તેણે આ પગલું ભર્યું હતું. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X