છત્તીસગઢના આ 6 ગામોમાં આઝાદી પછી પહેલાવાર ફરકાવાશે ત્રિરંગો
આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન છત્તીસગઢથી ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અહીં 6 નક્સલ પ્રભાવિત ગામોમાં આઝાદી પછી પહેલીવાર ત્રિરંગો ફરકાવવામાં આવશે.
છત્તીસગઢ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામની નજીક નવા કેમ્પ લગાવ્યા બાદ આ શક્ય બની રહ્યું છે.

બસ્તર ડિવિઝન હેઠળ આવતા સુકમા અને બીજાપુર છેલ્લા ત્રણ દાયકાથી નક્સલવાદથી પ્રભાવિત છે. બસ્તરના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે બીજાપુર જિલ્લામાં સુકમા જિલ્લાના જીન્નાગેલુર, તિમનાર, હિરોલી, સુકમા, બેદ્રે, દુબ્બામરકા અને તોંડમાર્કા ગામોમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે.
આઝાદી પછી પહેલીવાર અહીં આવો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ સાથે સુકમા જિલ્લાના પિડમેલ, દુબ્બાકોન્ટા, સિલ્ગર, કુંદેડ ગામોમાં પણ પ્રથમવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 26 જાન્યુઆરીએ અહીં પહેલીવાર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
