For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો

નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાનો મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. ચૂંટણી પંચ પાસે આ યાત્રાને મોડલ કોડ ઓફ કંડક્ટ ઉલ્લંઘન માનીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાનો મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. ચૂંટણી પંચ પાસે આ યાત્રાને મોડલ કોડ ઓફ કંડક્ટ ઉલ્લંઘન માનીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ટીએમસી ઘ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે કે આ યાત્રા ઘ્વારા પીએમ મોદી મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે: સીકે બોસ

તૂણમૂલ કોંગ્રેસે મોદીની ફરિયાદ કરી

તૂણમૂલ કોંગ્રેસને પીએમ મોદીની યાત્રા ખટકી ગઈ છે. પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને તેની ફરિયાદ કરી છે. ટીએમસી ઘ્વારા ચૂંટણી પંચને ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી નો છેલ્લા તબક્કાનો પ્રચાર પૂરો થઇ ગયો છે. તેમ છતાં નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાને મીડિયામાં બે દિવસ કરતા પણ વધારે કવર કરવામાં આવી રહી છે. આ મોડલ કોડ ઓફ કંડક્ટનુ ઉલ્લંઘન છે.

મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશ: ટીએમસી

મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશ: ટીએમસી

એબીપી ન્યુઝ અનુસાર ચૂંટણી પંચને પત્ર લખીને પોતાની ફરિયાદમાં ટીએમસી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેદારનાથ જઈને પીએમ મોદી ત્યાં વિકાસ પરિયોજનાનું નિરીક્ષણ કરી રહ્યા છે. ટીએમસી ઘ્વારા પીએમ મોદી પાર મતદાતાઓને પ્રભાવિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટીએમસી ઘ્વારા ચૂંટણી પંચને તરત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પીએમઓ ઘ્વારા ચૂંટણી પંચને પૂછવામાં આવ્યું હતું

પીએમઓ ઘ્વારા ચૂંટણી પંચને પૂછવામાં આવ્યું હતું

મળતી જાણકારી અનુસાર ચૂંટણી પંચે પીએમ મોદીની કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાને મંજૂરી આપી હતી. ખબરો અનુસાર, પીએમઓ ઘ્વારા પીએમ મોદીની બે દિવસની ઉત્તરાખંડની યાત્રા અંગે ચૂંટણી પંચને પૂછવામાં આવ્યું હતું. ખરેખર આજે રવિવારે લોકસભા ચૂંટણી 2019 અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, જેમાં 59 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. આ દરમિયાન મીડિયા, જે રીતે પીએમ મોદીની યાત્રાને કવર કરી રહ્યું છે, તેનાથી ટીએમસી પરેશાન છે તેમને લાગે છે કે તેનાથી મતદાતાઓ પ્રભાવિત થઇ શકે છે.

English summary
Trinamool Congress writes to EC on modi's Kedarnath visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X