ત્રણ તલાકના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર મહિલાઓ ખુશ પણ પુરુષો...

Posted By:
Subscribe to Oneindia News

મુસ્લિમોમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને આજે સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની જાહેર કરીને તેની પર 6 મહિના માટે પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના ઐતિહાસિક નિર્ણય અનેક તેવા મુદ્દાઓને આવર્યા છે જે લાંબા સમયથી ત્રણ તલાક વિરુદ્ધ લડતી મુસ્લિમ મહિલાઓના હકમાં છે. સાથે જ કોર્ટે આ મામલે દખલ ન આપવાનું જણાવી આ મુદ્દે કેન્દ્ર સરકારને પગલા લેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ માટે 6 મહિનાની અંદર એક કાયદો લાવવાનું કહ્યું છે. આ કાયદાને સંસદમાં પસાર પણ કરાવવો પડશે. આ સાથે આવનારા 6 મહિના માટે ત્રણ તલાક લેવા પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. ત્યારે આ મામલે જાણવા જેવા તમામ વિગતો વિગતવાર જાણો અહીં....

પાંચ જજની બેંચ

પાંચ જજની બેંચ

ઉલ્લેખનીય છે કે પાંચ જજ દ્વારા બનાવાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયધીશ જેએસ ખેહર, ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ, ન્યાયમૂર્તિ આરએફ નરીમન, ન્યાયમૂર્તિ યૂયૂ લલિત અને ન્યાયમૂર્તિ અબ્દુલ નજીર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 5 માંથી 3 જજ દ્વારા ત્રણ તલાકના મુસ્લિમ કાયદાને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યો છે. જો કે કોર્ટે શરૂઆતમાં જ સ્પષ્ટતા આપી છે કે ન્યાયાધીશનો કોઇ ધર્મ નથી હતો. અને હાલ ખાલી ત્રણ તલાક પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે પાછળથી બહુ લગ્ન અને નિકાહ હલાલા જેવા પ્રશ્ચો મામલે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

કોર્ટમાં જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આરએએફ નારિમન, જસ્ટિસ યૂયૂ લલિતે મળીને ત્રણ તલાક ગેરકાનૂની હોવા પર નિર્ણય સંભળાવ્યો છે. આ ત્રણેય જજનું માનવું છે કે ત્રણ તલાક અનુચ્છેદ 14નું ઉલ્લંધન કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 14 સમાનતાનો અધિકાર આપે છે. સાથે જ મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહર અને જસ્ટિસ અબ્દુલ નઝીરે માન્યું કે કાયદો 1400 વર્ષ જૂનો છે અને મુસ્લિમ ધર્મનો વિભન્ન અંગ છે જેને કોર્ટ રદ્દ નથી કર્યું. જો કે કોર્ટે હાલ 6 મહિના માટે ત્રણ તલાક પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ 6 મહિનામાં સરકારને આ અંગે એક કાનૂન પસાર કરવાનું કહ્યું છે.

અરજી કર્તાની માંગ

ઉલ્લેખનીય છે કે આ અંગે મુસ્લિમ મહિલાઓ જ સુપ્રિમ કોર્ટની મદદ માંગી હતી. અરજીમાં મુસ્લિમ સમુદાયની મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના મત મુજબ ત્રણ તલાક દ્વારા મહિલા સાથે ભેદભાવ કરવામાં આવે છે. માટે તેને બંધ કરવો જોઇએ સાથે જ ત્રણ તલાકનો કુરાનમાં ક્યાંય ઉલ્લેખ નથી. માટે તેને ગેરકાનૂની અને અસંવૈધાનિક જાહેર કરવો જોઇએ. જો કે આજે કોર્ટ દ્વારા મુસ્લિમ મહિલાઓના પક્ષમાં નિર્ણય આવતા મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. અને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો.

ત્રણ તલાક

ત્રણ તલાક

જો કે એક તરફ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મુસ્લિમ મહિલાઓ ખુશીથી આવકારી રહી છે ત્યારે બીજી તરફ કેટલાક મુસ્લિમ સમુદાયે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. અને તેમણે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ન માનવાની પણ વાત કરી છે. સાથે જ આવનારા સમયમાં કેન્દ્ર સરકારે આ મામલે એક કાયદો 6 મહિનાની અંદર તમામ પાર્ટીઓની સમંતિ સાથે પસાર કરવાનો રહેશે. આ અંગે પણ કોર્ટે કેન્દ્ર સરકારને દિશાસૂચન કર્યું છે. ત્યારે જોવાનું તે રહે છે કે કેન્દ્ર સરકારે ત્રણ તલાક અંગે કેવી રીતનો કાયદો બનાવી રહી છે.

English summary
Triple talaq Supreme court verdict and reactions, read here all news on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.