For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે એક વાર ફરીથી સંસદમાં રજૂ કરાશે ત્રણ તલાક બિલ, કોંગ્રેસ કરશે વિરોધ

17મી લોકસભાનો પહેલો કાર્યકાળ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. આજે (21 જૂન)ના રોજ લોકસભામાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ ત્રણ તલાક બિલ રજૂ કરશે.

|
Google Oneindia Gujarati News

17મી લોકસભાનો પહેલો કાર્યકાળ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. આજે (21 જૂન)ના રોજ લોકસભામાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ ત્રણ તલાક બિલ રજૂ કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનુ પહેલુ બિલ છે જે સંસદના પટલ પર રજૂ કરવામાં આવશે. આ બિલ મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) બિલ, 2019 ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવેલા વટહુકમની જગ્યા લેશે. ગઈ એનડીએ સરકારે આ અધિનિયમ જાહેર કર્યો હતો.

triple talaq

તમને જણાવી દઈએ કે 16મી લોકસભાનો કાર્યકાળ પૂરો થયા બાદ છેલ્લુ બિલ નિષ્પ્રભાવી થઈ ગયુ હતુ કારણકે તે રાજ્યસભામાં પેન્ડીંગ હતુ. બંધારણના નિયમો મુજબ લોકસભામાં જો કોઈ બિલ પસાર કરી દેવામાં આવે અને તે જો ઉપલા ગૃહ રાજ્યસભામાં પેન્ડીંગ થઈ જાય તો બિલ પેન્ડીંગ થવાની સ્થિતિમાં જો લોકસભા ભંગ થઈ જાય તો તે બિલ પણ નિષ્પ્રભાવી થઈ જાય છે. આના કારણે શુક્રવારે સરકાર ફરીખથી આ બિલને નીચલા ગૃહમાં રજૂ કરવાની છે.

મોદી સરકારે સપ્ટેમ્બર 2018 અને ફેબ્રુઆરી 2019માં બે વાર ત્રણ તલાક અધિનિયમ જાહેર કર્યો હતો. આ અધનિયમ મુજબ ત્રણ તલાક હેઠળ તલાક ગેરકાયદેસર, અમાન્ય છે અને પતિને આના માટે ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જ્યાં એક તરફ ઘણા પક્ષો આ બિલનું સમર્થન કરી રહ્યા છે તો વળી ઘણા અન્ય પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. સપાના નવા સાંસદ એસટી હસનનું કહેવુ છે કે ત્રણ તલાક અને નિકાહ હલાલા પર કાયદો બનાવવો શરીયતમાં દખલઅંદાજી છે અને આનાથી ધાર્મિક સ્વતંત્રતાને ઠેસ પહોંચશે.
વળી, કોંગ્રેસે પણ આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સભ્ય અને પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ, 'ત્રણ તલાક પર અમે અમુક પાયાગત સવાલ ઉઠાવ્યા છે. સરકાર ઘણા મુદ્દાઓ પર સંમત થઈ છે. હજુ પણ એક કે બે મુદ્દાઓ બચ્યા છે અને તે મુદ્દાઓ પર ચર્ચા જરૂરી છે. અમે આનો (બિલનો) વિરોધ કરીશુ. એટલુ જ નહિ એનડીએની સહયોગી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે.'

આ પણ વાંચોઃ હિમાચલમાં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 20નાં મોતઆ પણ વાંચોઃ હિમાચલમાં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 20નાં મોત

English summary
triple talaq will be introduced in the Lok Sabha on Friday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X