Tripura Election 2023: ત્રિપુરાની 60 વિધાનસભા સીટો પર આજે મતદાન, 259 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય

ત્રિપુરામાં આજે કુલ 60 વિધાનસભા સીટો માટે એક તબક્કામાં મતદાન શરુ થયુ છે. શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Tripura Election 2023: ત્રિપુરાના આઠ જિલ્લાની કુલ 60 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં આજે મતદાન થશે. 31 મહિલા ઉમેદવારે સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાનને લઈને સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કર્યો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ(સીએપીએફ), ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ(ટીએસઆર) અને રાજ્ય પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

voting

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી એટલા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણકે લાંબા સમય સુધી રાજ્યમાં એકબીજાના કટ્ટર વિરોધી રહેલા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવા માટે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ગઠબંધન મુજબ સીપીએમ, ફોરવર્ડ બ્લૉક, સીપીઆઈ અને રિવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી (RSP) કુલ 47 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે બાકીની 13 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

એક વરિષ્ઠ પોલીસના જણાવ્યા મુજબ રાજ્યમાં હિંસા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ગૃહ મંત્રાલયે સીએપીએફની 400 કંપનીઓ(30,000 સુરક્ષાકર્મી) મોકલ્યા છે. સીએપીએફ ઉપરાંત, આસામ રાઈફલ્સ, સીમા સુરક્ષા બળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ, લગભગ 9000 ટીએસઆર જવાનો અને 6000થી વધુ ત્રિપુરા પોલિસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

માહિતી મુજબ 2504 સ્થળો પર 3327 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. લગભગ 31 હજાર મતદાન કર્મીઓ પહોંચશે. ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી ગીતે કિરણકુમાર દિનકરરાવના જણાવ્યા મુજબ ત્રિપુરાની અંતિમ મતદાર યાદીમાં 28,13,478 મતદારો છે, જેમાંથી 14,14,576 પુરુષ, 13,98,825 મહિલાઓ અને 77 કિન્નર મતદાતા છે. અહીં 10,344 સર્વિસ વોટર છે. તેમણે જણાવ્યુ કે 80થી વધુ આયુ વર્ગમાં 38,039 મતદારો અને 100થી વધુ આયુ વર્ગના 679 મતદારો છે. વળી, 18019 વર્ષના આયુ વર્ગમાં 65,044 મતદારો રજિસ્ટર કરવામાં આવ્યા છે. જેમાંથી 34,704 પુરુષ, 30,328 મહિલાઓ અને 12 કિન્નર છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં 24 મહિલાઓ સહિત 297 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ રેલીઓને સંબોધિત કરી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાના વિવિધ ભાગોમાં ઘણી રેલીઓ સંબોધિત કરી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સર્બાનંદ સોનોવાલ, સ્મૃતિ ઈરાની, અર્જૂન મુંડા, આસામના મુખ્યમંત્રી હિમંસ બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે સભાઓને સંબોધિત કરી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારી, ધારાસભ્ય અગ્નિમિત્રા પૉલ, અભિનેતા મિથુન ચક્રવર્તી અને હેમા માલિની સહિત ઘણા અન્ય દિગ્ગજોએ રેલીઓને સંબોધિત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X