For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો, પાર્ટીના ઉપાધ્યક્ષે કોંગ્રેસનો હાથ પકડ્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના ભોપાલમાં એક રેલીને સંબોધન દરમિયાન પીએમ મોદીની મિમિક્રી કરવા લાગ્યા મતલબ કે તેમની ભાષા બોલવા લાગ્યા.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી કે જે પૂર્વોત્તર રાજ્યોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં લાગી છે તેને મોટો ઝટકો લાગ્યો છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. પાર્ટીના ઉપાધ્યક્ષ સુબલ ભૌમિકે મંગળવારે કોંગ્રેસનો હાથ પકડી લીધો. કોંગ્રેસમાં શામેલ થયા બાદ તેમણે કહ્યુ કે હું ભાજપમાં પાંચ વર્ષ સુધી રહ્યો, આ પહેલા હું 35 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યો હતો. આ ઘરે પાછા આવવા જેવુ છે. જોવાની વાત એ છે કે હાલમાં જ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પૂર્વોત્તર રાજ્યોમાં મહાગઠબંધનનું એલાન કર્યુ હતુ.

Subal Bhowmik

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે એક વાર ફરીથી આસામ ગણ પરિષદ સાથે ગઠબંધન કરવામાં સફળતા મેળવી લીધી હતી. એજીપીએ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભાજપ સાથે પોતાનું ગઠબંધન ખતમ કરી દીધુ હતુ ત્યારબાદ એજીપીએ ભાજપ સામે અભિયાન પણ શરૂ કરી દીધુ હતુ. પરંતુ એક વાર ફરીથી ભાજપ એજીપીને પોતાની સાથે લાવવામાં સફળ થયુ છે.

રામ માધવે દાવો કર્યો હતો કે આ ગઠબંધન બાદ તે પૂર્વોત્ર રાજ્યોમાં 25માંથી 22 સીટો જીતવામાં સફળ થશે. માધવે ફેસબુક પર પોસ્ટ લખીને જણાવ્યુ હતુ કે એક તરફ જ્યાં વિપક્ષ હજુ પણ માત્ર મહાગઠબંધનની વાત કરી રહ્યુ છે અમે પૂર્વોત્તરમાં પહેલેથી મહાગઠબંધન કરી લીધુ છે. રામ માધવે ગુવાહાટીના દીમાપુરમાં આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રીઓ અને સહયોગીઓ સરકારના પ્રમુખો સાથે મુલાકાત કરી જેમાં નાગાલેન્ડ અને મેઘાલયના પણ નેતા હાજર હતા.

આ પણ વાંચોઃ હૈદરાબાદથી 3 વાર સાંસદ રહી ચૂકેલા અસદુદ્દીન ઓવેસીની કેટલી છે સંપત્તિઆ પણ વાંચોઃ હૈદરાબાદથી 3 વાર સાંસદ રહી ચૂકેલા અસદુદ્દીન ઓવેસીની કેટલી છે સંપત્તિ

English summary
Tripura BJP vice-president Subal Bhowmik joined Congress party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X