Tripura Election Result 2023: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામ 2023 vs 2018
પુર્વોત્તરના ત્રણ રાજ્યોમાંથી ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને સફળતા મળી છે તો મેઘાલયમાં ગઠબંધન તોડતા મોટુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.
Tripura Election Result 2023: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્રિપુરા વિધાનસભાની 60 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ હતી. અત્યારસુધીના સુધીના આંકડા મુજબ ભાજપ ગઠબંધન 33 સીટો મળી છે. બીજી તરફ ડાબેરીઓ અને કોંગ્રેસને 14 બેઠકો મળી છે. આ સિવાય TMP ને 13 બેઠકો મળી છે.

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પરિણામ વર્ષ 2018 વિ. વર્ષ 2023
તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ત્રિપુરા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને 36 બેઠક સાથે જીત મળી હતી. વળી, તેના વોટશેર 43.59 ટકા હતો. જેની સામે વર્ષ 2023માં ભાજપ ગઠબંધનને 32 બેઠકો મળી છે અને વોટશેર 38.97 ટકા છે. INCને વર્ષ 2018માં કોઈ બેઠક મળી નહોતી અને તેના વોટશેર 1.79 ટકા હતો. વર્ષ 2023માં લેફ્ટ અને કોંગ્રેસના ગઠબંધનને 14 બેઠકો મળી છે અને વોટશેર 23.6 ટકા છે. આઈપીએફટીને વર્ષ 2018માં 8 બેઠક અને 7.38 ટકા વોટશેરની સરખામણીમાં વર્ષ 2023માં 1 બેઠક અને વોટશેર 1.26 ટકા વોટ મળ્યા છે.
એઆઈએફબીને વર્ષ 2018માં 0 બેઠક અને 0.56 ટકા વોટશેરની સરખામણીમાં વર્ષ 2023માં 0 બેઠક અને વોટશેર 1.03 ટકા વોટ મળ્યા છે. સીપીઆઈને વર્ષ 2018માં 0 બેઠક અને 0.82 ટકા વોટશેરની સરખામણીમાં વર્ષ 2023માં 0 બેઠક અને વોટશેર 0.48 ટકા. ટીએમસીને વર્ષ 2018માં 0 બેઠક અને 0.30 ટકા વોટશેરની સરખામણીમાં વર્ષ 2023માં 0 બેઠક અને વોટશેર 0.68 ટકા. આરએસપીને વર્ષ 2018માં 0 બેઠક અને 0.75 ટકા વોટશેરની સરખામણીમાં વર્ષ 2023માં 0 બેઠક મળી છે.
નોંધનીય છે કે ત્રિપુરામાં કુલ 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન શરૂ થયું હતું. ત્રિપુરામાં કુલ 81.1 ટકા મતદાન થયું હતું. 60 વિધાનસભા બેઠકો માટે કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને આઈપીએફટીએ સાથે મળીને ગઠબંધન કર્યું છે. જેમાંથી ભાજપે 55 સીટો અને તેના સહયોગી આઈપીએફટીએ 5 સીટો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ત્રિપુરામાં ડાબેરીઓ અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો ડાબેરી મોરચાએ 43 અને કોંગ્રેસે 13 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ડાબેરીઓ અને કોંગ્રેસે એક બેઠક પર અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું છે. પ્રદ્યોત બિક્રમની નવી પાર્ટી ટીપ્રા મોથા ત્રિપુરાની 60માંથી 42 સીટો પર ચૂંટણી લડી રહી છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પણ 28 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય 58 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.












Click it and Unblock the Notifications
