For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રિપુરામાં 14, મેઘાલય અને નાગાલેન્ડમાં 23 ફેબ્રુઆરીએ ચૂંટણી

|
Google Oneindia Gujarati News

election
નવી દિલ્હી, 11 જાન્યુઆરી: ચૂંટણીપંચે ત્રિપૂરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરી દીધી છે. ત્રિપૂરામાં 14 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી થશે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 23 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે.

ત્રણે રાજ્યોમાં મત ગણતરીની પ્રક્રિયા 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ચૂંટણી પંચે એવી જાહેરાત કરી છે કે સામાન્ય બજેટ આ ચૂંટણીની આચારસંહિતાથી પ્રભાવિત નહી થાય. મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ત્રણેય રાજ્યોમાં શાંતિપૂર્વક મતદાન કરાવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2012માં જ ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીએ ફરીથી પોતાની સરકાર બનાવી હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં વીરભદ્રસિંહના નેતૃત્વમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી. આ ઉપરાંત 2014માં સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે.

English summary
Tripura, Nagaland and Meghalaya goes to polls in february.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X