Trump Assassination Attempt : ટ્રમ્પ પહેલા નથી, પહેલા પણ વિશ્વના ઘણા નેતા ગોળીનો શિકાર બની ચુક્યા છે

Donald Trump Shooting : અમેરિકન પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટનામાં તેમનો જીવ બચી ગયો છે. જો કે ટ્રમ્પ ભાગ્યશાળી હતા, આ પહેલા ઘણા વૈશ્વિક નેતાઓ તેમના જીવ બચાવી ચુક્યા છે.

આજે અમે તમને દુનિયાના કેટલાક એવા નેતાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેમની હત્યા કરી દેવામાં આવી. આ નેતાઓમાં ભારતના મોટા નેતાઓ પણ સામેલ છે.

World leaders assassinated

ઈન્દિરા ગાંધી - પુર્વ વડાપ્રધાન ભારત
ભારતના પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની 31 ઑક્ટોબર 1984ના રોજ તેમના જ બે અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી, જે કથિત રીતે પંજાબના અમૃતસરને અલગાવવાદી તત્વોથી મુક્ત કરવાના ઓપરેશન બ્લુ સ્ટારનાઓર્ડર કરવાના નિર્ણય સાથે સહમત નહોતા.

ઓલોફ પાલ્મે - સ્વીડનના પૂર્વ વડાપ્રધાન
ઓલોફ પાલ્મે તેમની પત્ની સાથે ફિલ્મ જોવા ગયા હતા. આ દરમિયાન પરત ફરતા સેન્ટ્રલ સ્ટોકહોમ સ્ટ્રીટમાં તેમને ગોળી વાગી. 28 ફેબ્રુઆરી 1986ના રોજ બનેલી આ ઘટના આજે પણ એક રહસ્ય છે, કારણ કે હત્યારાની ઓળખ થઈ નથી.

રાજીવ ગાંધી - ભારતના પૂર્વ વડાપ્રધાન
ઇન્દિરા ગાંધીના પુત્ર અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ શ્રીપેરુમ્બુદુર તમિલનાડુમાં થયેલી હત્યા સમગ્ર વિશ્વ માટે આઘાતજનક હતી. આ હત્યા પાછળ શ્રીલંકા સ્થિત લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમનો હાથ હતો અને આ હત્યા આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવી હતી.

રાણાસિઘે પ્રેમદાસા - શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન
પ્રેમદાસાની 1 મે 1993ના રોજ હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ કોલંબોમાં મે ડેની રેલીમાં ભાગ લઈ રહ્યા હતા. કુલવીરસિંહ વીરકુમાર ઉર્ફે બાબુ નામના એલટીટીઈના આત્મઘાતી બોમ્બરે 68 વર્ષીય નેતાને મારવા માટે તેની કમર આસપાસ વિસ્ફોટક ઉપકરણને વિસ્ફોટ કર્યો હતો.

યિત્ઝાક રાબિન - ઇઝરાયેલના પૂર્વ વડા પ્રધાન
4 નવેમ્બર 1995ના રોજ યિગલ અમીર નામના લો વિદ્યાર્થી અને આતંકવાદી દ્વારા યિત્ઝાક રાબીનની હત્યા કરવામાં આવી હતી, જે ઓસ્લો સમજૂતી (ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન/PLO વચ્ચેનો વચગાળાનો કરાર) પર હસ્તાક્ષર કરવાના વડાપ્રધાનના નિર્ણયથી નારાજ હતા.

આ કટ્ટરપંથીઓનો સંદેશ હતો, જે પીએલઓ સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટોની વિરુદ્ધ હતા અને હંમેશા પેલેસ્ટિનિયન મુદ્દાના લશ્કરી ઉકેલની તરફેણ કરતા હતા.

રાજા બિરેન્દ્ર - નેપાળના રાજા
1 જૂન 2001ના રોજ તેમના જ પુત્ર ક્રાઉન પ્રિન્સ દીપેન્દ્ર દ્વારા રાજાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને ઘણીવાર નેપાળ શાહી હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દીપેન્દ્ર દ્વારા બીરેન્દ્ર અને રાણી ઐશ્વર્યા સહિત રાજવી પરિવારના નવ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારના 9 સભ્યોની હત્યા કર્યા બાદ ક્રાઉન પ્રિન્સ દીપેન્દ્રએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

બેનઝીર ભુટ્ટો - પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોને બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યા હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે તે રેલી પૂરી કરીને લોકોને મળી રહી હતી. જો કે, આજદિન સુધી બેનઝીર ભુટ્ટોના હત્યારાઓ પકડાયા નથી અને તેને રાજકીય હત્યા પણ કહેવામાં આવે છે.

શિન્ઝો આબે - જાપાનના પૂર્વ વડા પ્રધાન

08 જુલાઈ 2022 ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ નારા શહેરમાં યામાતો-સૈદાઈજી સ્ટેશનની બહાર ભાષણ આપી રહ્યા હતા. 41 વર્ષીય આરોપીએ ગુનો કરવા માટે બંદૂકનો ઉપયોગ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X