For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Trump In India: ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યું- ટ્રમ્પના આવવાથી Super Power કેવી રીતે બનશે?

Trump In India: ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યું- ટ્રમ્પના આવવાથી Super Power કેવી રીતે બનશે?

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા સાથે બે િવસની ભારત યાત્રા પર 24 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચી રહ્યા છે. ટ્રમ્પ અને પીએણ મોદી અમદાવાદમાં 22 કિમી લાંબા રોડ શોમાં સામેલ થશે અને નવ નિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ સભાને સંબોધિત કરશે. જે બાદ ટ્રમ્પ અને મેલાનિયા આગરામાં તાજ મહેલ જોવા જશે અને ત્યાંથી દિલ્હી જશે.

ટ્રમ્પના આવવાથી સુપરપાવર કેવી રીતે બનશુ?

ટ્રમ્પના આવવાથી સુપરપાવર કેવી રીતે બનશુ?

ટ્રમ્પની મહેમાન નવાજીમાં જ્યાં ભાજપ કંઈ કસર નથી છોડવા માંગતું, ત્યાં જ બીજી તરફ ટ્રમ્પના પ્રવાસને લઈ વિરોધીઓના સવાલ-જવાબ સતત ચાલુ છે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ પ્રવાસને લઈ સવાલ ઉઠાવતા કહ્યું કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક દિવસો માટે ભારત આવી રહ્યા છે. પરંતુ આનાથી ભારત કેવી રીતે સુપરપાવર બનશે. રોકાણ સિવાય અમને માનવ સંસાધન પણ જોઈએ.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે 100 કરોડ ક્યાંથી એકઠા કર્યા

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે 100 કરોડ ક્યાંથી એકઠા કર્યા

જ્યારે બીજી તરફ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા તેમના સ્વાગત પર ખર્ચ થનાર 100 કરોડ રૂપિયાને લઈને પણ રાજનૈતિક દલીલો શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે મોદી સરકારને પૂછ્યું કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે 100 કરોડ રૂપિયા ક્યાંથી એકઠા થયા? આયોજન માટે 100 કરોડ કયું મંત્રાલય ખર્ચ કરી રહ્યું છે? પ્રિયંકા ગાંધીએ એક અહેવાલમાં છપાયેલ રિપોર્ટનો હવાલો આપતા ટ્વીટ કર્યું કે ટ્રમ્પના સ્વાગતમાં ખર્ચ થઈ રહેલા રૂપિયા એક સમિતિ દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

રોડ શોમાં લાખો ભારતીય નાગરિકો સામેલ થશે

રોડ શોમાં લાખો ભારતીય નાગરિકો સામેલ થશે

ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ કરી રહેલા ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી ઐતિહાસિક રોડ શોમાં લાખો ભારતીય નાગરિક સામેલ થશે. રોડ શો બાદ મોદી અને ટ્રમ્પ સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરશે.

Namaste Trump: ટ્રમ્પ સાથે PM મોદી નહિ જાય તાજમહેલ જોવા આગ્રા, જાણો કારણNamaste Trump: ટ્રમ્પ સાથે PM મોદી નહિ જાય તાજમહેલ જોવા આગ્રા, જાણો કારણ

English summary
trump in india: how india will become super power by trump's visit Uddhav Thackeray asks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X