ટ્રમ્પની ભારતને ફરી ટેરિફ વધારવાની ધમકી, મોદીના કથિત આશ્વાસન પર વિવાદ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખશે તો અમેરિકા ભારતીય વસ્તુઓ પર ભારે ટેરિફ લગાવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એર ફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને પીએમ મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલનો સોદો નહીં કરે.

Trump

તેમણે ગયા અઠવાડિયે પણ આ જ વાત દોહરાવી હતી. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે જો ભારત તેમની શરતોનું પાલન નહીં કરે અને રશિયન તેલની ખરીદી બંધ નહીં કરે તો ભારતીય માલસામાન પર ભારે ટેરિફ લાગુ કરવામાં આવશે.

જો કે, ભારતે તાજેતરમાં જ ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો કે તેમણે રશિયન તેલની આયાતના મુદ્દે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી.

જ્યારે ટ્રમ્પને ભારતના આ દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી કે, જો તે ભારત) આવું કહેવા માંગતા હોય તો પણ તેમણે ભારે ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે અને તેઓ તેવું ઈચ્છતા નથી.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ (US) રશિયાના વેપારી ભાગીદારો, ખાસ કરીને ઊર્જા ક્ષેત્ર પર દબાણ વધારી રહ્યું છે. વોશિંગ્ટનનો તર્ક છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાથી પરોક્ષ રીતે મોસ્કોના યુક્રેન યુદ્ધના પ્રયાસોને નાણાં પૂરા પાડવામાં આવે છે.

પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા બાદ અને રશિયન તેલની ખરીદી ટાળ્યા બાદ ભારત ડિસ્કાઉન્ટેડ દરે વેચાતા દરિયાઈ રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર બની ગયું છે.

અમેરિકાએ હાલમાં જ ભારતીય નિકાસ પર 50% જેટલો ઊંચો ટેરિફ લાગુ કર્યો છે. આ અમેરિકન ટેરિફમાં રશિયા સાથેના લેણદેણ પર 25% નો દંડ પણ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X