For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘનચક્કર આવ્યા ને ગાંડુ કર્યું અમદાવાદ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો બિહારમાં ભાજપ અને જેડીયુના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમા ઘણાને ઇજા પહોંચી હતી. નવી દિલ્હીમાં મોદી અને યોજના આયોગના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહુવાલિયા વચ્ચે બેઠક મળી હતી. તો અમદાવાદમાં ઘનચક્કર ફિલ્મના કલાકારો દ્વારા ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

આઇઆઇએફસીએલ મુચ્યુઅલ ફન્ડ માટે એમઓયુ

આઇઆઇએફસીએલ મુચ્યુઅલ ફન્ડ માટે એમઓયુ

નવી દિલ્હીમાં આઇઆઇએફસીએલ મુચ્યુઅલ ફન્ડના આઇડીએફ યોજના માટે નાણામંત્રી પી ચિદમ્બરમ, સેક્રેટરી અરવિન્દ માયારામ, આઇઆઇએફસીએલ સીએમડી એસકે ગોયેલ અને અન્ય અધિકારીઓ દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા.

જી 8 સમિટમાં નેતાઓની બેઠક

જી 8 સમિટમાં નેતાઓની બેઠક

યુરોપિયન કમિશન પ્રેસિડેન્ટ જોશ મેન્યુઅલ બર્રોસો, જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબ, જર્મન ચાન્શેલર એન્જલા માર્કેલ, રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન, બ્રિટન પ્રધાનમંત્રી ડેવિડ કેમરોન, યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ફ્રાન્કોઇસ હોલોન્ડે, કેનેડિયન પ્રધાનમંત્રી સ્ટેફન હાર્પર, ઇટાલિયન પ્રધાનમંત્રી એન્રિકો લેટ્ટા અને યુરોપિયન કાઉન્સિલ પ્રેસિડેન્ટ વાન રોમ્પુઇએ જી 8 સમિટના એક સેશનમાં નોર્થર્ન આયરલેન્ડ ખાતે એકઠાં થયા હતા.

ભારતીય મૂળના અમેરિકન જજનું સન્માન

ભારતીય મૂળના અમેરિકન જજનું સન્માન

વોશિંગ્ટનમાં ભારતીય મૂળના અમેરિકન જજ શ્રિકાંત શ્રિનિવાસનને યુએસના ભારતીય એમ્બેસેડર નિરુપમા રાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

દોસ્ત બન્યા દુશ્મન, વહાવ્યા એકબીજાના લોહી

દોસ્ત બન્યા દુશ્મન, વહાવ્યા એકબીજાના લોહી

પટના ખાતે ભાજપ દ્વારા બે દિવસનું બંધ જાહેર કર્યા બાદ ભાજપ અને જેડીયુના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં અનેકને ઇજાઓ પહોંચી હતી.

રુદ્રપ્રયાગમાં ગંગાનું રોદ્ર સ્વરૂપ

રુદ્રપ્રયાગમાં ગંગાનું રોદ્ર સ્વરૂપ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગંગા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગંગા નદીનું પાણી પૂલની ઉપરથી બે કાંઠે વહી રહ્યું હતું. લોકોને સાવચેતી જાળવવા સૂચનો આપી દેવામાં આવી છે.

વિસ્ફોટ સ્થળે તપાસ

વિસ્ફોટ સ્થળે તપાસ

અફ્ઘાનિસ્તાન ખાતે કાબુલમાં અફઘાન ઇન્ડિપેન્ડેન્ટ હ્યુમન રાઇટ કમિશન નજીક થયેલા વિસ્ફોટ સ્થળે તપાસ કરી રહેલા અફઘાન પોલીસકર્મીઓ.

પદ્મસંભાવા માટે પ્રાર્થના

પદ્મસંભાવા માટે પ્રાર્થના

ધર્મશાળા નજીક સુગ્લાગ્ખાંગ મંદિર ખાતે બુદ્ધિસ્ત સાધુઓએ પદ્મસંભાવા ખાતે પાંચ દિવસની ખાસ પ્રાર્થના કરી હતી.

ઘનચક્કર અમદાવાદમાં

ઘનચક્કર અમદાવાદમાં

પોતાની આગામી ફિલ્મ ઘનચક્કરના પ્રમોશન અર્થે અભિનેતા ઇમરાન હાશ્મી અને અભિનેત્રી વિદ્યા બાલન અમદાવાદ આવ્યા હતા.

એઆઇવાયફાઇના કાર્યકર્તાઓ સાથે અથડામણ

એઆઇવાયફાઇના કાર્યકર્તાઓ સાથે અથડામણ

કોઝિકોડે સોલાર પેનલ સ્કેમ મુદ્દે કેરળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા એઆઇવાયફાઇના કાર્યકર્તાઓ સાથે પોલીસ ઘર્ષણ થયું હતું.

વરસાદના કેહરમાં બેસહારા મહિલા

વરસાદના કેહરમાં બેસહારા મહિલા

યમુના નગર ખાતે ભારે વરસાદે ગામમા કહેર વરસાવ્યો હતો, જેના કારણે મહિલા કિનારે બેસીને પરિસ્થિતિને નિહાળી રહી હતી.

ગુજરાતના વિકાસથી આયોગ ખુશ

ગુજરાતના વિકાસથી આયોગ ખુશ

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે યોજના આયોગના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહુવાલિયાને મળ્યા હતા. આ બેઠક દરમિયાન યોજના આયોગ દ્વારા ગુજરાતમાં જે વિકાસ થયો છે, તે પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી અને સલાહ સૂચન પણ કર્યા હતા.

ચાઇનિઝ મિનિસ્ટર સાથે ભારતીય મંત્રી

ચાઇનિઝ મિનિસ્ટર સાથે ભારતીય મંત્રી

નવી દિલ્હીમાં ચીનના પ્રેસ પબ્લિકેશન ઓફ એડમિનિસ્ટ્રેશનના રાજ્યમંત્રી કાઇ ફુચાઓ સાથે ભારતના રાજ્યકક્ષાના આઇબી મંત્રી મનિષ તિવારીએ મુલાકાત કરી હતી.

હળવી પળોમાં આફ્રિકન ખેલાડી

હળવી પળોમાં આફ્રિકન ખેલાડી

ઇંગ્લેન્ડ ખાતે ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ પહેલા દક્ષિણ આફ્રિકાનો ખેલાડી ક્રિસ મોરિસ હળવી પળોમાં જણાઇ રહ્યો હતો.

50મો એર શો

50મો એર શો

પેરિસના લા બૌરગેટ ખાતે 50મો પેરિસ એર શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો પ્લેન્સ જોવા આવ્યા હતા.

English summary
tuesday june 18's top news photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X