For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ - ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : આ વર્ષના અંતમાં યોજાનારી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે એવા એંધાણ મળી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ ફરી સત્તા પર આવશે તેવા સંકેત મળી રહ્યા છે. જો કે ભાજપ માટે દિલ્હી હજુ પણ દૂર છે. આ તારણો તાજેતરમાં થયેલા એક સર્વેમાં આવ્યા છે. ભાજપમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની વરણી થવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુ મોટો ફાયદો નહીં થાય પણ કેટલાક રાજ્યોમાં ભાજપ સત્તામાં પાછી ફરે પ્રબળ શક્યતાઓ છે.

હિન્દુસ્તાર ટાઇમ્સ માટે સી-ફોરના ઓપિનિયન પોલ પ્રમાણે દિલ્હીમાં કોંગ્રેસને 32થી 37 બેઠકો મળશે, જ્યારે વર્ષોથી દિલ્હીની સત્તાથી દૂર ભાજપને આ વખતે 22થી 27 બેઠકો મળશે. ભ્રષ્ટાચાર મુદ્દે દેશમાં જુસ્સો ભરનાર અને બાદમાં આમ આદમી પાર્ટી તરીકે જાહેર થયેલ અરવિંદ કેજરીવાલના પક્ષને દિલ્હી વિધાનસભાની 7થી 12 બેઠકો મળે તેવો અંદાજ છે.

bjp-cong-logo

ચાર રાજ્યોના 39000 હજાર લોકોના મતને આધારે કરાયેલા આ સર્વે પ્રમાણે મધ્યપ્રદેશમાં ભાજપ ફાવી જશે. 230 બેઠકોની વિધાનસભામાં શિવરાજસિંહ ચૌહાણને 130 બેઠકો જ્યારે કોંગ્રેસને 64 બેઠકો મળી શકે છે.

બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં ભાજપ ફરી સત્તા પર આવે તેવા સંકેત આ પોલમાં રજૂ કરાયા છે. 200 બેઠકનો વિધાનસભામાં ભાજપ 118 બેઠકો પર જ્યારો અશોક ગોહલતના નેતૃત્વમાં કોંગ્રેસને માત્ર 64 બેઠકો જ્યારે બસાપાને 18 બેઠકો મળી શકે છે.

છત્તીસગઢમાં 90 બેઠકોમાંથી 47 બેઠકો પર ભાજપની પકડ ચાલુ રહેશે. સર્વે પ્રમાણે 2008ની સરખામણીએ ભાજપ વધુ બહુમતિ સાથે જીતી શકે છે. આ સર્વે પ્રમાણે છત્તીસગઢ સિવાયના દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કેટલીક બેઠકો પર બસપા કબ્જો કરી શકે છે.

English summary
Tuff battle between Congress BJP in 5 state assembly elections : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X