Tunnel Rescue : ટનલમાં ફસાેયલા મજુરોને બચાવવા ડ્રોન મેન ઓફ ઈન્ડિયાને બોલાવાયા, જાણો કોણ છે મિલિંદ રાજ?
એક તરફ દેશમાં દેવ દિવાળીની ઉજવણી કરાઈ રહી છે તો બીજી તરફ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજુરો હજુ પણ બહાર આવવા માટે રાહ જોઈ રહ્યા છે. હવે ઓપરેશન માટે ખાસ વ્યક્તિને બોલાવાયા છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરો માટે આજે 16મો દિવસ છે. તેમને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં હતું પરંતુ મશીન ફસાઈ જતા ઓપરેશન અટક્યુ છે.

હવે ઘણા વધુ વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક મેન્યુઅલ ડ્રિલિંગ છે. વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે એટલે કે ટનલની ઉપરના પહાડનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
મજુરોની સ્થિતી જાણવા ડ્રોન ટેકનોલોજીની મદદ લેવાઈ રહી છે
આ દરમિયાન અંદર ફસાયેલા મજૂરો માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે, જેના માટે ડ્રોન મેન મિલિંદ રાજ રેસ્ક્યુ ઓપરેશન સ્થળ પર પહોંચ્યા છે.
ઓપરેશન રોકાયા બાદ મજુરોને બહાર કાઢવામાં સમય લાગી શકે છે ત્યારે અંદર ફસાયેલા 41 લોકોની શું હાલત છે તે જાણવા ડ્રોન ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે.
ડ્રોન મેન મિલિંદ રાજનો સંપર્ક કરાયો
અંદર ફસાયેલા લોકોની તબિયત અને માનસિક સ્વાસ્થ્ય કેવું છે તે જાણવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ જાણવા માટે ડ્રોનની મદદથી કામદારોનો સંપર્ક કરવામાં આવશે. ડ્રોન દ્વારા કામદારોની સ્થિતિ જાણી શકાશે. આ કામ માટે ડ્રોન મેન મિલિંદ રાજનો સંપર્ક કરવામાં આવ્યો છે. લખનઉના રહેવાસી મિલિંદ રાજ રોબોટિક સાયન્ટિસ્ટ છે.
કોણ છે મિલિંદ રાજ?
રોબોટિક્સ એક્સપર્ટ મિલિંદ રાજે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, હું સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોના માનસિક સ્વાસ્થ્ય માટે અહીં છું. આ એક દેશી સ્વદેશી ટેકનોલોજી છે. અમારી પાસે ચોવીસ કલાક કામદારોના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સિસ્ટમ છે. ઈન્ટરનેટ સેવા પણ આપવામાં આવશે. આ સિવાય આ રેસ્ક્યૂ રોબોટિક સિસ્ટમ મિથેન જેવા ખતરનાક ગેસને શોધવામાં મદદ કરશે.
આ પહેલા પણ મિલિંદ રાજે ઘણા મોટા બચાવ કાર્યમાં મદદ કરી છે અને લોકોના જીવ બચાવ્યા છે. આ સિવાય તે પોતાની ડ્રોન ટેક્નોલોજી દ્વારા ભારતીય સેનાને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છે. આ સિવાય તે ખેતી અને રેલવે માટે ડ્રોન પણ બનાવી રહ્યા છે.
કલામે જ ડ્રોન મેન ઓફ ઈન્ડિયા નામ આપ્યું છે
મિલિંદને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના કામ માટે ઘણી પ્રશંસા મળી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ પણ તેમના કામોથી ખૂબ પ્રભાવિત હતા. કલામે જ તેમને ડ્રોન મેન ઓફ ઈન્ડિયા નામ આપ્યું છે. આ સિવાય ફેબ્રુઆરી 2023માં ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ મિલિંદ રાજના વખાણ કર્યા હતા.












Click it and Unblock the Notifications
