દહેજ ઉત્પીડનના આરોપમાં ટીવી કલાકાર શોભિત અત્રીની ધરપકડ

સમાચાર છે કે અભિનેતા શોભિત પર તેમની પત્ની નિશા અત્રીએ દહેજ ઉત્પીડન અને માનસિક આઘાત પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. જેના લીધે પોલીસે શોભિતને તેમના યમુનાનગરવાળા ઘરેથી ધરપકડ કરી લીધી છે. શોભિતની ધરપકડ માટે પોલીસ માટે મુશ્કેલી બની ગયું. જેના લીધે પોલીસ ધરપકડ માટે તેમના ઘરે પહોંચી હતી તે સમયે શોભિતના પિતાએ પોલીસને આમ કરતાં અટકાવ્યા અને પોતાની વહૂને ખોટી ગણાવી, અને પોલીસને અટકાવવા મટે રિવોલ્વર પણ કાઢી હતી પરંતુ પોલીસની ફટકાર બાદ શોભિતની ધરપકડ કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે શોભિત અને નિશાના લગ્ન બે વર્ષ પહેલાં 30 જાન્યુઆરી, 2012ના રોજ થયા હતા. નિશા પણ હરિયાણી નિવાસી છે. નિશાનો આરોપ છે કે શોભિતે લગ્નના થોડા સમય બાદ પૈસાની માંગણી કરવા લાગી, જ્યારે તેને ના કહ્યું તો શોભિતે તેને મારઝૂડ શરી કરી દિધી, તે સાસરીને મૂકીને એક્ટિંગ માટે મુંબઇ જતો રહ્યો. શોભિતની ગેરહાજરીમાં તેના ઘરવાળા પણ નિશાને કષ્ટ આપવા લાગ્યા. નિશાએ કહ્યું કે શોભિતે તેની પાસે 10 લાખની ડિમાન્ડ કરી હતી.












Click it and Unblock the Notifications
