For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન 4: લોકોએ શેર કર્યા ફની મીમ્સ, કહ્યુ - હવે તો આદત પડી ગઈ છે

પીએમ મોદીના આજના સંબોધનના સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારના મીમ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશની જનતા છેલ્લા 40 દિવસથી વધુ સમયથી લૉકડાઉનમાં છે. હાલમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે જે 17 મેના રોજ ખતમ થવાનો છે. હવે માનવામાં આવી રહ્યુ છે કે સરકાર જલ્દી લૉકડાઉનનો ચોથો તબક્કાનુ એલાન કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી આજે રાતે 8 વાગે દેશને સંબોધિત કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વાયરસની સ્થિતિ અને લૉકડાઉનને લંબાવવાનુ એલાન કરી શકે છે.

lockdown

પીએમ મોદીના આજના સંબોધનના સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારના મીમ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે. લોકો મીમ્સ દ્વારા પૂછી રહ્યા છે કે લૉકડાઉન કેટલા લાંબા સમય સુધી ચાલશે. વળી, અમુક લોકો લૉકડાઉન દરમિયાન વજન વધવાની ફરિયાદ મીમ્સ દ્વારા કરતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશમાં 24 માર્ચે પહેલી વાર કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ.

દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 3604 નવા કેસ સામે આવ્યા છે અને 87 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશભરમાં કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 70,756 થઈ ગઈ છે. જેમાં 46,008 સક્રિય છે, 22,455 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને 2293 લોકોના મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ આકાશમાં સાથે હશે શનિ, ચંદ્ર અને ગુરુ, આજે દેખાશે મિલનનો આ દુર્લભ નઝારોઆ પણ વાંચોઃ આકાશમાં સાથે હશે શનિ, ચંદ્ર અને ગુરુ, આજે દેખાશે મિલનનો આ દુર્લભ નઝારો

English summary
Twitter Flooded with Memes on Lockdown 4 narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X