For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ટ્વિટરે ભારતમાં પણ કર્મચારીઓને છુટ્ટા કરવાનું શરૂ કર્યુ, કર્મચારીઓને મેઈલ કરી જાણ કરાઈ રહી છે!

એલોન મસ્કના હાથમાં ટ્વિટર આવ્યુ ત્યારથી સતત નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : એલોન મસ્કના હાથમાં ટ્વિટર આવ્યુ ત્યારથી સતત નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે. ટ્વિટર સંભાળતા જ એલોન મસ્કે સૌપ્રથમ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને છુટ્ટા કર્યા હતા અને તે પછી એક પછી એક મોટા કર્મચારીઓને છુટ્ટા કરાઈ રહ્યા હોવાના અહેવાલ છે. હવે એલોન મસ્કની કંપની ટ્વિટરે ભારતમાં પણ કર્મચારીઓની છટ્ટણી શરૂ કરી હોવાના અહેવાલ છે.

twitter

એલોન મસ્કે થોડા સમય પહેલા ટ્વિટરને 44 અબજ રૂપિયામાં ખરીદીને સંપૂર્ણપણે કબજે કરી લીધું છે. એલોન મસ્કે સૌપ્રથમ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને કંપનીના સીઈઓ પદ પરથી હટાવીને પોતે તે ખુરશી પર બેસીને ટ્વિટરની સંપૂર્ણ કમાન્ડ સંભાળી લીધી હતી. હવે શુક્રવારે ટ્વિટરે ભારતમાં છટણી શરૂ કરી છે. મોટી સંખ્યામાં ભારતીય કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવા માટે મેઇલ આવવા લાગ્યા છે.

ટ્વિટરે ભારતમાં કંપનીના માર્કેટિંગ, કોમ્યુનિકેશન અને અન્ય કેટલાક વિભાગોમાં કર્મચારીઓની છટણી શરૂ કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, ટ્વિટર તરફથી પહેલા જ સંકેત મળ્યા હતા કે ભારતમાં પણ મોટી સંખ્યામાં જૂના કર્મચારીઓની છટ્ટણી થઈ શકે છે. હવે એક્શન જોવા મળી રહી છે.

English summary
Twitter has started laying off employees in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X