આ રીતે ISI ભારતીયોને બનાવે છે ગદ્દાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના એન્ટી ટેરજિઝમ સ્ક્વોર્ડે ભુઝ બસ સ્ટેશન પરથી બે લોકોની ગુરુવારે ધરપકડ કરી હતી. આ બન્ને લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યા હતા. અને સેનાને લગતી મહત્વની જાણકારીઓ આઇએસઆઇ સુધી પહોચાવી રહ્યા હતા તેવી વાત શરૂઆતી તપાસમાં બહાર આવી હતી.

કેજરીવાલને લઇને સુરતમાં પોસ્ટર વોર, બિન લાદેન સાથે પોસ્ટરમાં

એટલું જ નહીં આમાંથી એક આરોપી વારંવાર પાકિસ્તાન જઇ રહ્યો હતો. અને તેની ત્યાં 17 વર્ષની એક ગર્લફ્રેન્ડ હતી. એટીએસનું કહેવું છે કે આરોપીને ફંસાવવા માટે આઇએસએસ દ્વારા આ છોકરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને હની ટ્રેપ ગોઠવીને તેમની ભારત વિરોધી બનાવવામાં આવ્યા હતા.

શું છે હની ટ્રેપ?

શું છે હની ટ્રેપ?

હની ટ્રેપ એક ખૂબ જ જૂની અને પ્રચલિત પ્રણાલી છે. જેમાં સુંદર છોકરીઓનો ઉપયોગ કરીને અન્ય દેશના ઉચ્ચ અધિકારી, નેતાઓને મોહજાળમાં ફસાવવામાં આવે છે. ધણીવાર તેમને ખબર પડે તે પહેલા તેમની પાસે માહિતી નીકાળવામાં આવે છે. તો ધણીવાર હની ટ્રેપ દ્વારા તેમને બ્લેકમેલ પણ કરવામાં આવે છે. અને તે રીતે પોતાનું કામ પાર પાડવામાં આવે છે.

અલગ અલગ પ્રકારની હની ટ્રેપ

અલગ અલગ પ્રકારની હની ટ્રેપ

ગુજરાતના કેસમાં 40 વર્ષીય અલાના હમીર સમા જ્યારે તે 2014માં પહેલીવાર પાકિસ્તાન ગયો હતો ત્યારે તેની મુલાકાત 17 વર્ષની એક છોકરી સાથે થઇ હતી. હમીર તેની બીજી મુલાકાતમાં સ્થાનિક આઇએસઆઇ એજન્ટને મળ્યો હતો. જેણે તેને ટ્રેનિંગ આપી હતી. અને જાસૂસી બદલ પૈસા આપવાની વાત કરી હતી. નોંધનીય છે કે હમીર જે જાસૂસી કરતો હતો તેના પૈસા તેની પાકિસ્તાની ગર્લફ્રેન્ડને મળતા હતા.

હની ટ્રેપ

હની ટ્રેપ

ધણીવાર ફિલ્મોમાં પણ બતાવવામાં આવે છે કે હની ટ્રેપ દ્વારા સુંદર મહિલાઓ અધિકારીઓના ઘર કે ઓફિસ સુધી પહોંચી જાય છે અને તેમના કમ્પ્યૂટરમાંથી મહત્વપૂર્ણ માહિતી કોઇને પણ ખબર પડે તે પહેલા ચોરી જાય છે.

હની ટ્રેપ

હની ટ્રેપ

હની ટ્રેપ એક જૂની અને જાણીતી સ્ટાઇલ છે. જેના લીધે અનેક મોટા દેશોએ મોટી મોટી જાસૂસી ગતિવિધિઓને પાર પાડી છે. અને આજે પણ તે એટલી જ કારગર છે. માટે જ તો આતંકીઓથી લઇને આઇએસઆઇ સુધી તેનો ઉપયોગ ભારતની વિરુદ્ધ અને ભારતમાં રહીને ગદ્દારો બનવવા માટે કરે છે.

English summary
Two bhuj residents spying for Pakistan arrested by ats.
Please Wait while comments are loading...