ગણતંત્ર દિવસ પર અસમમાં 2 વિસ્ફોટ, કોઇ જાનહાની નહીં

ગુવાહાટી, 26 જાન્યુઆરી: અસમના તિનસુકિયા જિલ્લાના દિગ્બોઇ શહેરમાં સોમવારે યુનાઇટેડ લિબરેશન ફ્રંટ ઓફ અસમના વાર્તા વિરોધી ધડના શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે વિસ્ફોટ કર્યા, જોકે તેમાં કોઇ જાનહાનિ નથી થઇ. તિનસુકિયાના પોલીસ અધીક્ષક એપી તિવારીએ જણાવ્યું કે 'એક વિસ્ફોટ દિગ્બોઇ શહેરની સીમા પર થયો, જ્યારે અન્ય એક વિસ્ફોટ શહેરમાં એક કેનાલની પાસે થયો.'

blast
બંને બોમ્બ વિસ્ફોટ ઓછી તિવ્રતાનો હોવાના કારણે તેમા કોઇ પ્રકારનું નુકસાન નથી થયું અને કોઇ જાનહાની પણ નથી થઇ. ગણતંત્ર દિવસ પહેલા પોલીસે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા જાણકારી મળી હતી કે ગણતંત્ર દિવસ પર ઉગ્રવાદીઓ કેટલાંક વિધ્વંસક ગતિવિધિઓને અંજામ આપી શકે છે, ત્યારબાદ ખાસ પ્રકારે રાજ્યમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

પોલીસે ઉપરી અસમના જોહરાટ શહેરમાં સોમવારે એક તાત્કાલિક વિસ્ફોટક યંત્ર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 23 ડિસેમ્બરના રોજ અસમના શોણિતપુર, કોકરાઝાર અને ચિરાંગ જિલ્લામાં એનડીએફબી કાર્યકર્તાઓના જનસંહારમાં મહિલાઓ અને બાળકો સહિત 80 લોકોના મોત થઇ ગયા હતા. ત્યાર બાદ પોલીસ, સેના અને સુરક્ષા બળોએ રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાનોને ગતિ આપી હતી, ખાસ કરીને ભારત-ભૂતાન સીમા અને અસમ-અરુણાચલ પ્રદેશની સીમા પર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X