નશીલી કેક ખવડાવી કર્યો ગેંગરેપ, 500 રૂપિયા આપ્યા

Posted By:
Subscribe to Oneindia News

માર્કેટિંગ ઈન્ડિસ્ટ્રીમાં ઉંચી નોકરીની લાલચ આપી એક યુવતી શિકાર બનાવવામાં આવી. આખો કિસ્સો મુંબઈનો છે. જ્યાં યુવતીને બર્થ ડે પાર્ટીની નશીલી કેક ખવડાવી તેનો બળાત્કાર કરવામાં આવ્યો. એટલું જ નહીં પરંતુ આરોપી તકિયા નીચે 500 રૂપિયાની નોટ મૂકીને ફરાર થઇ ગયા. પોલીસ આ બંને આરોપીને શોધી રહી છે. મીરા રોડ પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપી સટ્ટાખોર છે. જેમાં એક આરોપીનું નામ દર્શન ત્રિવેદી છે.

rape

બંને આરોપીએ યુવતીને બર્થ ડે પાર્ટી માં મોટા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરવાના બહાને બોલાવીને તેનો બળાત્કાર કર્યો હતો. આ યુવતી ખરેખર મુંબઈમાં ફોટોગ્રાફી શીખવા માટે આવી હતી અને મીરા રોડ પાસે ભાડે રહેતી હતી આરોપી યુવતીને મોટી સેલરીના સપના બતાવવા લાગ્યો. બંને વચ્ચે નંબરની અદલાબદલી પણ થયી. આરોપીએ તેની સાથે તેના એક સાથીને પણ જોડી દીધો.

જયારે યુવતી બર્થ ડે પાર્ટીમાં પહોંચી ત્યારે બંને એ તેને નશીલી કેક ઓફર કરી. ત્યારપછી બેહોશી ની હાલતમાં બંને એ યુવતી નો બળાત્કાર કર્યો અને ફરાર થઇ ગયા. જયારે યુવતી ઉઠી ત્યારે તેને તકિયા નીચે 500 રૂપિયાની નોટ પણ મળી. યુવતીએ પોલીસને તેની જાણકારી આપી.

પોલીસ જાંચમાં ખબર મળી કે એક આરોપી અમદાવાદનો રહેવાસી છે અને સટ્ટેબાઝ છે. તેને વિશે વધુ માહિતી હાથ લાગી કે આરોપી પહેલા પણ ઘણી યુવતીનો ફાયદો ઉઠાવી ચુક્યો છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે અને ખુબ જ જલ્દી તેને પકડી લેવામાં આવશે.

English summary
Two Bookies rape woman flee mumbai

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.