અરૂણાચલ પ્રદેશમાં અર્ધા કલાકમાં નોંધાયા બે ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ
અરૂણાચલ પ્રદેશમાં 10 નવેમ્બરની સવારે ભૂકંપના બે-બે આંચકા અનુભવાયા હતા. એકવાર ભૂકંપના આંચકા સવારે 10 કલાક 31 મીનિટે અનુભવાયા હતા. પહેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટલ સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી.
અરૂણાચલ પ્રદેશમાં 10 નવેમ્બરની સવારે ભૂકંપના બે-બે આંચકા અનુભવાયા હતા. એકવાર ભૂકંપના આંચકા સવારે 10 કલાક 31 મીનિટે અનુભવાયા હતા. પહેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટલ સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. ભૂકંપની ઉંડાઇ જમીનથી 10 કિમી નીચે નોંધાયું છે. જ્યારે બીજા એક ભૂકંપ 10 કલાકે 59 મીનિટે અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપ વેસ્ટ સિયાંગમાં અનુભવાયા હતા.

કોઈ જાનહાનિના અહેવાલ નથી
ભૂકંપના બંને આંચકાના કારણે રાજ્યમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જો કે ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયાહતા. જેના કારણે પશ્ચિમ સિયાંગમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકોએ જણાવ્યું કે ભૂકંપના આંચકાથી બાળકોમાં ભયનોમાહોલ સર્જાયો હતો.
|
ભૂકંપ કેવી રીતે થાય છે?
જ્યારે પ્લેટો પૃથ્વીની અંદર જાય છે, ત્યારે ધરતીકંપ થાય છે. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીની અંદર 7 પ્રકારની પ્લેટો છે, જે સતત ફરતી રહે છે.
તે જ સમયે, જ્યારે આ ફ્લેટ અથડાય છે, ત્યારે તે એક ખૂણા પર વળે છે. આ પ્લેટમાં દબાણ બનાવે છે અને એક અલગ ઉર્જા બહાર આવેછે. આ ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે, જેના કારણે પૃથ્વી હલી જાય છે.

10 નવેમ્બરની સવારે 2.29 કલાકે ભૂકંપના આંચકા અનુભવયા
પોર્ટ બ્લેયર, અંદમાન અને નિકોબાર ટાપુ પાસે ગુરૂવારના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4.5 રિક્ટલ સ્કેલમાપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર પોર્ટ બ્લેયર, અંદમાન અને નિકોબાર ટાપુમાં 253 કિમીએસએસઇમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. 10 નવેમ્બરની સવારે 2.29 કલાકે ભૂકંપના આંચકા અનુભવયા હતા. ભૂકંપનું કેન્દ્રજમીનથી 10 કિમી નીચે હતું.

આ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
મંગળવાર-બુધવારે, પશ્ચિમ નેપાળમાં પણ બપોરે 2 કલાકની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની અસર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં જોવા મળી હતી. આવા સમયે, નેપાળના ડોટી જિલ્લામાં 6 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
