ગુડગાંવમાં ચાલતી કારમાં 2 યુવતીઓ પર બળાત્કાર

ગુડગાંવના ડીસીપી(પૂર્વ) મહેશ્વર દયાલે ગુરુવારે પત્રકારોને જણાવ્યું કે બુધવારની રાત્રે ગુડગાંવના એક પબમાં પાર્ટીમાં હાજરી આપવા માટે બંને યુવતીઓ ગઇ હતી. પબથી બહાર આવ્યા બાદ તેમને એક યુવકે કારમાં લિફ્ટ આપી. આ પબ એમજી રોડ પર સ્થિત છે.
દયાલના જણાવ્યા અનુસાર થોડેક દૂર સુધી પહોંચ્યા બાદ આ કારમાં બે યુવકો બેસી ગયા. યુવતીઓનો આરોપ છે કે ત્રણેયે એમજી રોડ પર જ ચાલતી કારમાં તેમની પર બળાત્કાર કર્યો.
પોલીસે યુવતીઓની મેડિકલ તપાસ કરાવી છે, જેમાં બળાત્કારની ખરાઇ કરવામાં આવી છે. ડીસીપી દયાલે જણાવ્યું કે આ મામલામાં એફઆઇઆર નોંધવામાં આવી છે અને ફરાર આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
