આઇઆઇટી વિદ્યાર્થીઓનું ટશન, લાખોનું પેકેજ છોડી ખોલી ચાની દુકાન

યૂનાઇટેડ સ્ટેટમાં લાખો રૂપિયાની નોકરી કરી રહેલા બે વિદ્યાર્થીઓને કંઇક આવો જ કમાલ કરી બતાવ્યો છે. બંને વિદ્યાર્થીઓ યૂએસમાં એક સારી કંપનીમાં નોકરી કરતા હતા. આ દરમિયાન તેમણે ભારત આવવાનો નિર્ણય કર્યો. બંને મિત્રોમાં એ વાતને લઇને વિચાર-વિમર્શ થયો કે જો ભારત ગયા તો કરીશું શું અને કમાઇશું શું?
'ચાયોસ' નામથી એનસીઆરમાં શરૂ થઇ આ ચેનની દેશભરમાં પચાસ અનોખા સ્ટોર ખોલવાની તેમની યોજના છે. 'એક્સપેરીમેન્ટ વિથ ચા' થીમ પર અત્યારે ગુડગાંવ અને નોઇડામાં પાંચ ચા કેફે શરૂ કરી દિધા છે અને વર્ષના અંત સુધી પાંચ વધુ ખોલવાની યોજના છે. 'ચાયોસ'ના સંસ્થાપક નિતિન સલૂજાએ જણાવ્યું હતું કે આગામી બે વર્ષોમાં દિલ્હી-એનસીઆર સહિત બે અન્ય શહેરોમાં વધુ પચાસ ચા કેફે શરવાની યોજના છે.
તેના માટે આવા શહેરોને લક્ષ્ય બનાવવામાં આવશે, જ્યાં યુવાનોની વસ્તી વધુ છે. સલૂજા મુંબઇ આઇઆઇટી અને તેમના સાથી રાઘવ વર્મા દિલ્હી આઇઆઇટીના ગેજ્યુએટ છે. વર્મા કહે છે કે 'ચાયોસ'માં 25 ફ્લેવરની ચા અને સ્વાદિષ્ટ સ્નેક્સ છે. તેમાં પારંપારિક દેશી ચાથી માંડીને કાંગડા ચા અને કેરી-પાપડથી માંડીને લીલામરચાંની ચાનો સમાવેશ છે. સલૂજાનું માનવું છે કે ભારતમાં ચા ખૂબ જ પસંદ કરવામાં આવી છે.
આને ધ્યાનમાં રાખતાં કેટલાક વર્ષોમાં એક હજાર ચા કેફે ખોલવાની તેમની યોજના છે. સાથે જ આદુ-તુલસી ચા, દેશી ચા, ગ્રીન ટી, ચા મસાલા અને ચા મગ જેવા ઉત્પાદન પણ તેમના આઉટલેટ પર આગામી મહિનાથી વેચવાની તૈયારી છે.












Click it and Unblock the Notifications
