પુણેઃ મિલિટ્રી એન્જીનિયરિંગ કોલેજમાં એક્સરસાઈઝ દરમિયાન દુર્ઘટના, 2 સૈનિકોનાં મોત
પુણેઃ મિલિટ્રી એન્જીનિયરિંગ કોલેજમાં એક્સરસાઈઝ દરમિયાન દુર્ઘટના, 2 સૈનિકોનાં મોત
પુણેઃ મહારાષટ્ર્રના પુણેથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહીં પર મિલિટ્રી એન્જીનિયરિંગ કોલેજમાં એક દુર્ઘટના દરમિયાન બે સૈનિકોનાં નિધન થયાં છે. જ્યારે પાંચ સૈનિકો તેમાં ઘાયલ છે. હાલ આ ઘટનામાં વધુ જાણકારીનો ઈંતેજાર છે. મિલિટ્રી એન્જીનિયરિંગ કોલેજ સેનાની એક પ્રીમિયર ઈન્સ્ટીટ્યૂટ છે જ્યાં સેનાની એન્જીનિયરિંગ કોરના ઑફિસર્સ અને જવાનોને કેટલાય પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. ઑફિસર્સને કોમ્બેટ એન્જીનિયરિંગ સિવાય મિલિટ્રી એન્જીનિયરિંગ સર્વિસ, બોર્ડર રોડ્સ એન્જીનિયરિંગ સર્વિસેઝ વિશે પણ જણાવવામાં આવે છે.













Click it and Unblock the Notifications
