For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દંતેવાડામાં નક્સલીઓએ સુરક્ષાબળોને બનાવ્યા નિશાન, LED બ્લાસ્ટમાં 2 જવાન ઘાયલ

સોમવારે ફરીથી એકવાર આઈઈડી દ્વારા સુરક્ષાબળોને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે જેમાં બે જવાન ઘાયલ થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

છેલ્લા ઘણા મહિનાઓથી નક્સલીઓ સામે સુરક્ષાબળોએ ઑપરેશન તેજ કરી દીધુ છે. આ દરમિયાન તેમના ઘણા કમાંડર્સ પણ માર્યા ગયા છે. જેના કારણે અકળાયેલા નક્સલીઓ સુરક્ષાબળોને નિશાન બનાવી રહ્યા છે. સોમવારે ફરીથી એકવાર એલઈડી દ્વારા સુરક્ષાબળોને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે જેમાં બે જવાન ઘાયલ થઈ ગયા. આ દરમિયાન નક્સલીઓની વધુ બે ષડયંત્રોને જવાનોએ નિષ્ફળ બનાવી દીધા.

naxals

દંતેવાડા એસપી અભિષેક પલ્લવના જણાવ્યા મુજબ કાલેપાલ વિસ્તારમાં નક્સલીઓએ એલઈડી પ્લાન્ટ કરી રાખ્યો હતો. આ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં બે જવાન ઘાયલ થઈ ગયા. ત્યારબાદ ત્યાંથી 6 એલઈડી મળી આવ્યા. જેમાં 3 કાલેપાલ અને 3 મરજૂમથી મળ્યા. આ એલઈડીને પણ જવાનોએ નિશાન બનાવવા માટે પ્લાન્ટ કર્યા હતા. બાદમાં બોમ્બ નિરોધક દળે બધાને ડિફ્યુઝ કરી દીધા. વળી, નક્સલીઓની શોધમાં વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલુ છે.

જૂનના અંતિમ સપ્તાહમાં દંતેવાડા જિલ્લાના બેચલી વિસ્તારમાં હાજર સીઆઈએસએફ કેમ્પથી નીકળેલા જવાનો પર નક્સલીઓએ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન જવાનોની પિટાઈ કરી અને પત્થરથી એક એએસઆઈ(આસિસટન્ટ સબ ઈન્સ્પેક્ટર)નુ માથુ ફોડી દીધુ. નક્સલી જવાનોની કી-ટૉકી પણ લૂંટીને ભાગી ગયા.

સુશાંત સુસાઈડ કેસમાં સંજય લીલા ભણશાળીની પૂછપરછ, 29 લોકોના નોંધાઈ ચૂક્યા છે નિવેદનસુશાંત સુસાઈડ કેસમાં સંજય લીલા ભણશાળીની પૂછપરછ, 29 લોકોના નોંધાઈ ચૂક્યા છે નિવેદન

English summary
Two jawans injured in an IED blast in Dantewada, Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X