યુપીમાં બે ટ્રેનોની જોરદાર ટક્કર, 2ના મોત

સોનભદ્ર, 3 એપ્રિલ: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બુધવારે મોડી રાત્રે કટની પેસેંજર અને વારાણસી શક્તિનગર ઇંટરસિટી વચ્ચે ટક્કર થઇ ગઇ. આ અકસ્માતમાં 2 લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 10થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઓબરા ડેમની પાસે અડધી રાત્રે વારાણસી શક્તિનગર ઇંટરસિટી ટ્રેને કટની ચોપન પેસેંજરને પાછળથી ટક્કર મારી દીધી. બે યાત્રિઓનો ઘટના સ્થળે જ મોત થઇ ગયા. જ્યારે 10 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. જેમને નજીકના ઓબરા તાપીય પરિયોજનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં ઘણાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

train
ડોક્ટરોના જણાવ્યા અનુસાર હજી સુધી 12 જેટલા ઘાયલોને સારવાર માટે અત્રે લાવવામાં આવી ચૂક્યા છે. મોટાભાગના લોકોને સામાન્ય ઇજાઓ આવી છે. ટક્કર બાદ કટની પેસેંજર ટ્રેનનો છેલ્લો કોચ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. રાહત કાર્ય હજી પણ જારી છે. રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને દુર્ઘટના સર્જાવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્ટેશનથી કેટલાંક અંતરે વારાણસી-શક્તિનગર ઇંટરસિટી ગ્રીન સિગ્નલની રાહ જોઇને ઊભી હતી, ત્યારે જ કટની પેસેંજર રેલગાડી તેને જઇને ટકરાઇ ગઇ અને આ રીતે આ અકસ્માત સર્જાયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X