For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજે ઓવૈસીને કહ્યું, આપને બચાવવા આવ્યા બે-બે રામ

|
Google Oneindia Gujarati News

owaisi
હૈદરાબાદ, 11 જાન્યુઆરી: ભડકાઉ અને ઘૃણાસ્પ ભાષણના મામલે ઘેરાયાલા મજલિસ એ ઇત્તેહાદૂલ મુસલિમીનના વિધાયક અકબરૂદ્દીન ઓવૈસીને જ્યારે ગુરુવારે હાઇકાર્ટમાં રજૂ કરવામાં આવ્યા તો તેમના બચાવપક્ષ મૂકવામાં આવેલા બંને વકીલોનું નામ રામ સાથે જોડાયેલું હતું. સુનવણી દરમિયાન જજે જણાવ્યું કે તેમણે ઓવૈસીનું આખુ ભાષણ યુ ટ્યૂબ પર જોયું છે, જે અત્યંત નિંદનીય છે. જજે ઓવૈસીને સુનવણી દરમિયાન સાંપ્રદાયિકતાનો પાઠ પણ ભણાવ્યો.

ઉલ્લેખનીય છે કે અકબરુદ્દીન ઓવૈસીએ પોતાની સામે એકથી વધારે મામલા નોંધાવવા સામે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી અને સુનવણી ચાર અઠવાડિયા માટે મોકૂફ રાખી દીધી. આ પહેલા હાઇકોર્ટના ન્યાયાધીશ એલ. નરસિમ્હા રેડ્ડીએ અકબરૂદ્દીનને ટોણો માર્યો. ઓવૈસી હાલમાં 14 દિવસની ન્યાયિક હિરાસતમાં છે. તેમની સામે ઘણી ધારાઓ સાથે જ દેશદ્રોહ અને વિદ્રોહના મામલા પણ નોંધાયેલા છે.

જજે ઓવૈસીને તેની જ ભાષામાં જવાબ આપતા જણાવ્યું કે જો હું મારી હદને પાર કરીને પોલીસને એક કલાકની મહોલત આપુ તો વિચારો શું થઇ શકે છે. જજ ઓવૈસીના પિતાના વખાણ કરતા જણાવ્યું કે તેઓ ધર્મનિરપેક્ષતાની મિશાલ હતા. ઓવૈસીની તરફથી બે વરિષ્ઠ વકીલ ડીવી સીતારામ મૂર્તિ અને રામચંદ્ર રાવ કોર્ટમાં હાજર થયા. જજે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે આપે તો ભાષણમાં રામને પણ છોડ્યા નહી અને આજે જુઓ બે-બે રામ આપને બચાવવા આવ્યા છે.

બીજી બાજું ઓવૈસી ગુરુવારે મુશ્કેલીમાં ફંસાઇ ગયા જયારે સ્થાનીય કોર્ટે તેમની સામે કથિત ભડકાઉ ભાષણ બદક સુઓમોટો દાખલ કરીને તેમને ચાર ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે. દ્વિત્તિય મેટ્રોપોલિટીન મેઝિસ્ટ્રેટ એલબી નાગરની કોર્ટે બાલમ ઇશ્વર યાદવ દ્વારા નોંધાવેલી ફરિયાદ પર સુઓમોટો દાખલ કરી હતી. ફરિયાદકર્તાએ એક ઓનલાઇન વીડિયો જોઇને આ ફરિયાદ નોંધાવી હતી.

English summary
Two Rama come to save you said judge to owaisi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X