બુલંદશહેરમાં બે સાધુઓનાં ગળાં કાતરી નિર્મમ હત્યા, લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
બુલંદશહેરમાં બે સાધુઓનાં ગળાં કાતરી નિર્મમ હત્યા, લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
બુલંદશહેરઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાથી ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. અહીં મંદિરના પરિસરમાંથી મંગળવારે સવારે બે સાધુઓના મૃતદેહ મળી આવ્યા છે. કોઈ ધારદાર હથિયારથી બંને સાધુની હત્યા કરવામાં આવી છે. ઘટનાની સૂચના મળતા જ એસએસપી સંતોષ કુમાર સહિત કેટલાય પોલીસ સ્ટેશનની પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. જ્યારે પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

ઘટના બુલંદશહેરના અનૂપમશહેર પોલીસ સ્ટેશન ક્ષેત્રના પરોના ગામની છે. પરોના ગામના શિવ મંદિરમાં પાછલા 10 વર્ષથી સાધુ જગનદાસ અને સેવાદાસ રહેતા હતા. સોમવારે મોડી રાતે મંદિર પરિસરમાં જ બંને સાધુ પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સવારે જ્યારે ગ્રામીણો મંદિરમાં પહોંચ્યા તો લોહીલુહાણ હાલતમાં સાધુની લાશ તેમને મળી. જે જોઈ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. મોટી સંખ્યામાં ગ્રામીણો મંદિરે પહોંચી ગયા અને પોલીસને સૂચના આપી.
સૂચના મળતા જ એસએસપી સંતોષ કુમાર, સીઓ અનૂપશહર અતુલ ચૌબે, કોતવાલ મિથિલેશ ઉપાધ્યાય પોલીસ બળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. હાલ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. એસએસપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે બંને સાધુની હત્યામાં ગામના જ એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સોમવારે સવારે કોઈ વાતને લઈ આ યુવકની સાધુઓ સાથે બબાલ થઈ હતી.
એસએસપીએ જણાવ્યું કે યુવક અપરાધી છે અને નશાની હાલતમાં મળ્યો છે. હાલ તે કંઈપણ કહી શકે તેવી હાલતમાં નથી. અત્યારે સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવા અને કસ્ટડીમાં લેવાયેલ યુવક સાથે પૂછપરછ બાદ જલદી જ મામલાનો ખુલાસો કરી દેવામાં આવશે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
