ATS એ જેશ સાથે જોડાયેલા બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી, 9 ની અટક
યુપી એટીએસ (ATS) ઘ્વારા સહારાનપુરના દેવબંધમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યા છે. આ બધાને એટીએસે દેવબંધના એક ખાનગી હોસ્ટેલથી પકડ્યા છે.
યુપી એટીએસ (ATS) ઘ્વારા સહારાનપુરના દેવબંધમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યા છે. આ બધાને એટીએસે દેવબંધના એક ખાનગી હોસ્ટેલથી પકડ્યા છે. યુપી ડીજીપી ઓપી સિંહ ઘ્વારા મીડિયાને જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે એટીએસે દેવબંધથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તેની સાથે સાથે 9 વિધાર્થીઓની પૂછપરછ કરવા માટે અટક કરવામાં આવી છે. હાલમાં એટીએસ બધાની પૂછપરછ કરવા માટે તેમને મેરઠ લઇ ગઈ છે. ધરપકડ કરવામાં આવેલા બધા જ વિધાર્થીઓ જમ્મુ કાશ્મીર અને ઓડિશાના જણાવવામાં આવી રહ્યા છે.

યુપી ડીજીપી ઓપી સિંહ ઘ્વારા મીડિયાને જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે ગુરુવારે મોડી રાત્રે એટીએસ ટીમે દેવબંધથી જે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમાંથી શાહનવાઝ કુલગામ અને આકીબ પુલવામાંનો છે. તેની સાથે 9 શંકાસ્પદ વિધાર્થીઓની પૂછપરછ કરવા માટે અટક કરવામાં આવી છે. જેમાંથી 2 કાશ્મીર, 5 ઓડિશા અને બાકીના અલગ અલગ જગ્યાના છે. આ છાપામારી લગભગ રાત્રે 2 વાગ્યે કરવામાં આવી.

યુપી ડીજીપી ઓપી સિંહ ઘ્વારા મીડિયાને જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે ધરપકડ કરવામાં આવેલા બંને શંકાસ્પદ વ્યક્તિઓ પાસે બે બંદૂક અને 30 ગોળીઓ મળી છે. તેમને જણાવ્યું કે બંને શંકાસ્પદ વ્યક્તિઓને એટીએસ કોર્ટમાં હાજર કરીને તેમને રિમાન્ડમાં લેવામાં આવશે. તેની સાથે સાથે તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યારે કાશ્મીરથી અહીં આવ્યા અને કોણ તેમને ફંડિંગ કરી રહ્યું છે. તેમને જણાવ્યું કે તેઓ જમ્મુ કાશ્મીર પોલીસના સંપર્કમાં છે.
આ પણ વાંચો: આ 5 રાજ્યોમાં આસામ રાઇફલ્સને વિશેષ અધિકાર, વોરંટ વિના કોઈની પણ ધરપકડ કરી શકે












Click it and Unblock the Notifications
