For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 રાજ્યોમાં આસામ રાઇફલ્સને વિશેષ અધિકાર, વોરંટ વિના કોઈની પણ ધરપકડ કરી શકે

પૂર્વોત્તર ભારતના 5 રાજ્યોમાં કેન્દ્ર સરકારે આસામ રાઇફલ્સને કોઈના પણ ઘરમાં વોરંટ વિના તપાસ કરવા અને તેમનું ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વોત્તર ભારતના 5 રાજ્યોમાં કેન્દ્ર સરકારે આસામ રાઇફલ્સને કોઈના પણ ઘરમાં વોરંટ વિના તપાસ કરવા અને તેમનું ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે આ અધિકાર આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, અને મિઝોરમમાં આસામ રાઇફલ્સને આપ્યો છે. ગૃહમંત્રાલય નોટિફિકેશન અનુસાર કોડ ઓફ ક્રિમિનલ પ્રોસેસ અનુસાર આસામ રાઇફલ્સના નીચલા અધિકારીને પણ આ અધિકાર આપવામાં આવ્યો છે. આસામ રાઇફલ્સ અધિકારી તેમને મળેલા આ અધિકારનો ઉપયોગ સીઆરપીસી ધારા 41 સબ સેક્શન (1) હેઠળ કરશે તેની સાથે સાથે અધિકારીઓને ધારા 47, 48, 49, 51,149, 150, 151, 152 હેઠળ પણ અધિકારો આપવામાં આવ્યા છે.

assam

આસામ રાઇફલ્સના નીચલા રેન્કના અધિકારીઓને આ અધિકાર આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, અને મિઝોરમના સીમાવર્તી જિલ્લામાં આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે સીઆરપીસી ધારા 41 અનુસાર પોલીસ અધિકારી મેજેસ્ટ્રેટના આદેશ અથવા વોરંટ વિના પણ ધરપકડ કરી શકે છે. ધારા 47 અનુસાર અધિકારીઓને આવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેઓ કોઈ પણ સર્ચ વોરંટ વિના ઘરની તલાશી પણ લઈ શકે છે. જયારે ધારા 48 અનુસાર પોલીસ અધિકારી કોઈ પણ વ્યકતિની ધરપકડ કરી શકે છે, તે વ્યક્તિની ધરપકડ કરવા માટે તેઓ દેશના કોઈ પણ ભાગમાં જઈ શકે છે.

ધારા 49 અનુસાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેની સાથે કોઈ પણ સખત વલણ ના વાપરી શકાય તેઓ ફક્ત તે ભાગી ના જાય તેનું ધ્યાન રાખી શકે છે. આપને જણાવી દઈએ કે પૂર્વોત્તર ભારતમાં આસામ રાઇફલ્સને આતંકવાદથી લડવા માટે પ્રથમ શ્રેણીની સુરક્ષા આપી છે. તે ભારત અને મ્યાનમાર સીમાની પણ સુરક્ષા કરે છે.

English summary
Modi government gives right to arrest or search anyone in 5 north east states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X