For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑક્સીજનની કમી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી, કહ્યું- તમે અંધરા હોય શકો, અમે નહિ

ઑક્સીજનની કમી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી, કહ્યું- તમે અંધરા હોય શકો, અમે નહિ

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ મહામારી વચ્ચે રાજધાની દિલ્હી ઑક્સીજનની કમી સામે લથડિયાં મારી રહી છે. કોર્ટે સતત દખલ કર્યા બાદ પણ દિલ્હીના હોસ્પિટલમાં ઑક્સીજન નથી મળી રહ્યો. ઑક્સીજનની કમીને લઈ દિલ્હી હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ. આ દરમ્યાન દિલ્હી હાઈકોર્ટે ઑક્સીનની સમસ્યાને લઈ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તમે અંધરા હોય શકો, પરંતુ અમે નથી.

delhi highcourt

હાઈકોર્ટમાં રાજશેખર રાવે જાણકારી આપી કે દિલ્હીમાં કેટલાય લોકો ઑક્સીનની કમીને કારણે મરી રહ્યા છે. હાઈકોર્ટમાં તેમણે ઉકેલ આપ્યો કે કેટલીક જગ્યાએ ઑક્સીજન સ્ટોર કરી શકાય છે, ઑક્સીજન કમીનું સંકટ ઘટાડી શકાય. ઉચ્ચ ન્યાયાલયે એએસજી ચેતન શર્માને જણાવ્યું કે જો મહારાષ્ટ્રમાં ખપતમાં કમી છે, તો તેને દિલ્હી મોકલી શકાય છે.

કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમને (કેન્દ્ર) કહ્યું હતું કે 700 મેટ્રિક ટન (ઑક્સીજન)ની આપૂર્તિ થવી જોઈએ. જો તમે આ કાર્ય નથી કરતા, તો તમે કોર્ટનું અપમાન કરી રહ્યા છો. હવે તે તમારું કામ છે, ત્યાં ટેંકર ઉપલબ્ધ છે પરંતુ તમે આ કામ કરવા માટે તૈયાર નથી. જેના પર એએસજી ચેતન શર્માએ કહ્યું કે અમે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ અમારી અનુપાલન રિપોર્ટ દાખલ કરી રહ્યા છીએ. અમને ઉમ્મીદ છે કે સાંજ સુધી દિલ્હીમાં પર્યાપ્ત ઑક્સીજન હશે.

બંગાળમાં BJPની ધરણા પર શીવસેના સાંસદનો તંજ, - સુપર સપ્રેડર ધરણા કરો, અત્યારો કોરોના ફેલાયો જ ક્યાં છે?બંગાળમાં BJPની ધરણા પર શીવસેના સાંસદનો તંજ, - સુપર સપ્રેડર ધરણા કરો, અત્યારો કોરોના ફેલાયો જ ક્યાં છે?

સુનાવણી દરમ્યાન દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે કેન્દ્રને 590 મેટ્રિક ટન ઑક્સીન પહોંચાડવાનો છે. દિલ્હી સરકારે અદાલતમાં આરોપ લગાવ્યો કે ઑક્સીજનની સપ્લાઈ, ટેંકર્સનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો. જેના પર એએસજી ચેતન શર્માએ તેમને નિવેદનબાજીમાં ના આવવા કહ્યું. જે બાદ હાઈકોર્ટે એએસજી ચેતન શર્માને કહ્યું, 'માફ કરો શર્મા જી. તમે અંધરા હોય શકો છો. અમે નહિ. તમે અસંવેદનશીલ કેવી રીતે બની શકો? આ એક ભાવનાત્મક મામલો છે. જીવન દાવ પર લાગ્યા છે' હાઈકોર્ટે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ઑક્સીજનની ખપત ઓછી હોય તો ત્યાંથી ટેંકર દિલ્હી મોકલી શકાય છે.

English summary
Delhi High Court slams Center over lack of oxygen, says you may be blind, not us
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X