For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડ઼ૂત આંદોલનઃ 22 જુલાઈથી સંસદ બહાર દરરોજ 200 ખેડૂતો એકઠા થશે

ખેડ઼ૂત આંદોલનઃ 22 જુલાઈથી સંસદ બહાર દરરોજ 200 ખેડૂતો એકઠા થશે

|
Google Oneindia Gujarati News

દિલ્હીની બોર્ડર પર છેલ્લા 7 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ભીષણ ગરમી હોય, હાડ કંપાવતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ હોય, આંદોલન પર બેઠેલા ખેડૂતોએ પોતાના સ્વાસ્થ્યની જરાય ચિંતા નથી કરી. નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા 7 મહિનાથી દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો ઈચ્છે છે કે આ કાયદા રદ થઈ જાય અને એમએસપી પર નવો કાયદો બનાવવામાં આવે. જો કે ખેડૂતો અને સરકાર વચ્ચેનું આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે કંઈ કહી ન શકાય, પરંતુ ખેડૂત નેતાઓ અને ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પોતાના આગેલા પગલાંની જાણકારી આપી દીધી છે.

rakesh tikait

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે કૃષિ કાયદા વિરુદ્ધ તેઓ ખેડૂત આંદોલન ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે સરકાર વાતચીત કરવા માટે તૈયાર નથી. માટે અમે 22 જુલાઈએ દિલ્હી જશું અને સંસદ બહાર બેસશું. ત્યાં દરરોજ 200 લોકો એકઠા થશે.

આ ઉપરાંત ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પોતાના ટ્વિટર હેન્ડલથી એક પોસ્ટર પણ જાહેર કર્યું છે, જેમાં સરકાર પર નિશાન સાધતા લખ્યું કે સંસદ જો ઘમંડી અને જિદ્દી હોય તો જનક્રાંતિ નિશ્ચિત રૂપે થાય છે.

કૃષિ કાયદાને લઈ રાકેશ ટિકૈતે સતત મોદી સરકાર પર વાકપ્રહાર કરી રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે જો સરકાર કોઈ પાર્ટીની હોત તો જરૂર વાત કરત, મોદી સરકારને નેતા નહી કંપની ચલાવી રહી છે. માટે કોઈ ચર્ચા નથી થઈ રહી. તેઓ માત્ર એક શરત રાખી રહ્યા છે કે તેઓ કૃષિ કાયદાને નિરસ્ત નહી કરે, પરંતુ ચર્ચા માટે તૈયાર છે.

English summary
Farmer's protest will continue, we will seat in front of parliament from tomorrow says rakesh tikait
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X