જમ્મુમાં મિલિટ્રી સ્ટેશન બહારથી બે શંકાસ્પદોની ધરપકડ, પાકિસ્તાન માટે કરતા હતા જાસૂસી

મંગળવારે સેનાએ બે શંકાસ્પદોની રાતનુચક મિલિટ્રી સ્ટેશનની બહારથી ધરપકડ કરવામાં આવી છે.

મંગળવારે સેનાએ બે શંકાસ્પદોની રાતનુચક મિલિટ્રી સ્ટેશનની બહારથી ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે આ બંને પાકિસ્તાન માટે જીસૂસી કરી રહ્યા હતા. અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે બંનેને જમ્મુ પોલિસે સોંપી દેવામાં આવ્યા છે અને એક જોઈન્ટ ઈન્ટ્રોગેશનમાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેની એ સમયે ધરપકડ કરવામાં આવી ત્યારે તે આર્મી કેમ્પની બહાર વીડિયો શૂટ કરી રહ્યા હતા અને ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા.

indian army

અધિકારીઓએ જણાવ્યુ કે આર્મી પેટ્રોલે બંનેને મિલિટ્રી સ્ટેશનની નજીક પારમંડલ મોઢ પાસે જોયા અને બંને શંકાસ્પદ રીતે આગળ વધી રહ્યા હતા. આર્મી પેટ્રોલ ટીમ પર બંને પર નજીકથી નજર રાખવામાં આવી રહી હતી. બે શંકાસ્પદોમાંથી એક જમ્મુના કઠુઆ અને બીજો ડોડાનો રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યુ કે બંનેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી અને એ માલુમ પડ્યુ કે બંને પાકિસ્તાનમાં અમુક લોકોના સંપર્કમાં હતા. બંનેએ અમુક વીડિયો પણ ધરપકડના અમુક કલાકો પહેલા પાકિસ્તાનમાં બેસેલા લોકો સાથે શેર કર્યા હતા. બંને પાસે અમુક નક્શા પણ મળી આવ્યા છે અને આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X