કુલગામ: જોઈન્ટ ઓપરેશનમાં સેનાએ ખુંખાર આતંકીને ઠાર માર્યો

જમ્મુ કાશ્મીરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે ગઈ કાલે રાત્રે સેનાએ જોઈન્ટ ઓપરેશનમાં બંને આતંકીઓને મારી નાખ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે ગઈ કાલે રાત્રે સેનાએ જોઈન્ટ ઓપરેશનમાં બંને આતંકીઓને મારી નાખ્યા છે. આ જોઈન્ટ ઓપરેશન સેના, પોલીસ અને સીઆરપીએફ ઘ્વારા ભેગા મળીને કરવામાં આવ્યું. જે બે આતંકીઓને મારી નાખવામાં આવ્યા છે તેમની ઓળખ જિનાલ ઉલ ઇસ્લામ અને શકીલ અહમદ દાર તરીકે થઇ છે. આતંકીઓ પાસે ઘણા હથિયારો પણ મળી આવ્યા છે. લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશનમાં આખરે સેનાએ આતંકીઓને ઠાર માર્યા.

આ પણ વાંચો: સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર

સેનાએ જડબાતોડ જવાબ આપ્યો

સેનાએ જડબાતોડ જવાબ આપ્યો

શનિવારે સાંજે એક પોલીસ અધિકારીને આ બાબતે જાણકારી આપી કે તે વિસ્તારમાં કેટલાક આતંકીઓ સંતાયા છે. ત્યારપછી સાંજે સેનાએ ઘેરાબંધી કરી ઓપરેશન શરુ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાબળ પર ગોળી ચલાવી, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. આ ઓપરેશનમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા. ત્યારપછી જગ્યાથી હથિયાર અને બારૂદ જપ્ત કરવામાં આવ્યા.

આતંકીઓની ઓળખ

આતંકીઓની ઓળખ

માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઇ ચુકી છે તેમાંથી એક આતંકી જિનાલ ઉલ ઇસ્લામ છે, તે એક આઇટી જાણકાર છે. આ પહેલા તે હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હતો.

સુરક્ષાબળોએ લોકોના ઘરે ઘરે જઈને સર્ચ ઓપરેશન કર્યું

સુરક્ષાબળોએ લોકોના ઘરે ઘરે જઈને સર્ચ ઓપરેશન કર્યું

આપને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે સેનાએ બાંદીપોરમાં કોર્ડ એન્ડ સર્ચ ઓપરેશન એટલે કે કાસો લોન્ચ કર્યું હતું. જાણકારી અનુસાર આખા વિસ્તારમાં ઘણા આતંકીઓ સંતાયા હતા. સૂચના મળ્યા પછી સેનાએ જોઈન્ટ ઓપરેશન કર્યું. સુરક્ષાબળોએ લોકોના ઘરે ઘરે જઈને સર્ચ ઓપરેશન કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X